- પીએમ મોદીની લોકપ્રિયતા વધુ વધી
- ટ્વિટર પર 9 કરોડથી વધુ ફોલોઅર્સ થયા
- નેતાઓમાં બરાક ઓબામા ટોચ પર
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. પીએમ મોદીના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર 9 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ મોદી ટ્વિટર પર ટોપ 10 સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટીની યાદીમાં સામેલ છે. ટ્વિટરના માલિક એલન મસ્કના વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ છે, ટ્વિટર પર મસ્કને 14 કરોડ લોકો ફોલો કરે છે. એલન મસ્ક પછી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો નંબર આવે છે. તેને 13 કરોડ ટ્વિટર યુઝર્સ ફોલો કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેસબુક પર 48 મિલિયન (4.8 કરોડ) લોકો, ઇન્સ્ટાગ્રામ પર 76.9 મિલિયન (7.6 કરોડ) લોકો ફોલો કરે છે. ગયા વર્ષે વડા પ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાછળ છોડી દીધા હતા. બાઈડેનના ટ્વિટર પર 37 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના 86.5 મિલિયન ફોલોઅર્સ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના નેતાઓમાં લોકપ્રિયતાના મામલામાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયા છે. PM મોદી 76 ટકાના પ્રભાવશાળી મંજૂરી રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકેનું ગૌરવ જાળવી રાખે છે. યુએસ સ્થિત કન્સલ્ટિંગ ફર્મ મોર્નિંગ કન્સલ્ટનું જાહેર કરાયેલ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ બહાર પાડવામાં આવ્યું. જેમાં પીએમ મોદી ગ્લોબલ લીડર્સની યાદીમાં ટોચ પર છે. પીએમ મોદી પછી સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટનો નંબર આવે છે, જ્યારે તેમના પછી મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર આવે છે.