Site icon Revoi.in

PM મોદીએ તેલંગાણાની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, સિકંદરા-કોઈમ્બતુર વચ્ચેનું અંતર ઘટશે

Social Share

 

ચેન્નઈઃ-  ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચેની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને  પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે, જે તમિલનાડુના બે શહેરોને જોડતી આવી પ્રથમ ટ્રેન સેવા છે. વડાપ્રધાન બીજી ઘણી નવી રેલ સેવાઓ પણ શરૂ કરશે. હવે પીએમ મોદી અહીંના શ્રી રામકૃષ્ણ મઠમાં 125માં વાર્ષિક દિવસની ઉજવણીમાં ભાગ લેશે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર ચેન્નાઈમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 ઉદ્ઘાટન સમયે તેમની સાથે તેલંગાણા બીજેપી અધ્યક્ષ સંજય કુમાર બાંદી, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય નેતાઓ હાજર હતા. આ ટ્રેન બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ સાડા ત્રણ કલાક ઘટાડશે.ટ્રેન રવાના થતા પહેલા પીએમ મોદીએ તેનું નિરીક્ષણ પણ કર્યું અને શાળાના બાળકો સાથે વાતચીત પણ કરી.

પીએમ મોદીએ કહ્યું કે એનડીએ સરકાર તેલંગાણાના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સમર્પિત છે. અમે ‘સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ની ભાવના સાથે આગળ વધી રહ્યા છીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનું નવું ભારત, 21મી સદીનું નવું ભારત દેશના ખૂણે-ખૂણે ઝડપથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર તેલંગાણામાં હાઈવે નેટવર્કને પણ ઝડપથી વિકસાવી રહી છે.ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા પછી પીએમ મોદી એક જાહેર સભાને સંબોધશે અને પછી 11,300 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવા તેમણે કહ્યું કે તેલંગાણા-આંધ્રપ્રદેશને જોડતી વંદે ભારત ટ્રેન એક રીતે આસ્થા, આધુનિકતા અને પર્યટનને જોડવા જઈ રહી છે. તેમણે કહ્યું કે આ સાથે 11,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને આજે અહીં શિલાન્યાસ કરવામાં આવ્યું છે.

હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હૈદરાબાદમાં લગભગ 70 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક બનાવવામાં આવ્યું છે. અહીં 13 MMTS સેવાઓ શરૂ થઈ છે, જેના માટે MMTSને ઝડપથી વિસ્તારી શકાય છે, તેલંગાણા માટે 600 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.

આથી વધુમાં  કહ્યું કે રેલ્વેની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા અહીં હાઈવે પ્રોજેક્ટને ઝડપથી વિકસાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર તેલંગાણામાં આધુનિક રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણમાં વ્યસ્ત છે.