Site icon Revoi.in

પીએમ મોદીએ વિશ્વ રેડિયો દિવસ પર તમામ રેડિયો શ્રોતાઓને શુભેચ્છા પાઠવી

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે તમામ રેડિયો શ્રોતાઓ, આરજે અને બ્રોડકાસ્ટિંગ ઇકો-સિસ્ટમ સાથે સંકળાયેલા અન્ય તમામને શુભેચ્છા પાઠવી છે.મોદીએ 26મી ફેબ્રુઆરી, 2023ના રોજ મન કી બાત કાર્યક્રમ માટેના તેમના ઇનપુટ્સ શેર કરવા નાગરિકોને પણ વિનંતી કરી છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, વડાપ્રધાનએ કહ્યું;”વિશ્વ રેડિયો દિવસના વિશેષ અવસર પર પ્રસારણની ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા તમામ રેડિયો શ્રોતાઓ, આરજે અને અન્ય તમામને શુભેચ્છાઓ. રેડિયો નવીન કાર્યક્રમો દ્વારા અને માનવ સર્જનાત્મકતાનું પ્રદર્શન કરીને જીવનને ઉજ્જવળ કરતું રહે એવી શુભકામના.”

“વિશ્વ રેડિયો દિવસ હોવાથી, હું તમને બધાને 26મીએ 98માં #MannKiBaat કાર્યક્રમની યાદ અપાવવાની તક લેવા માંગુ છું. તેના માટે તમારા ઇનપુટ્સ શેર કરો. MyGov, NaMo એપ પર લખો અથવા 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ રેકોર્ડ કરો.”