Site icon Revoi.in

વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના નવા બનેલા પીએમ શાહબાઝ શરીફને શુભેચ્છા પાઠવી- સાથે કાશ્મીર મામલે આપ્યો જવાબ

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા છે. શરીફને અભિનંદન આપતા પીએમ મોદીએ પણ તેમના ‘કાશ્મીર રાગ’ પર વળતી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ભારત આતંકવાદ મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે. પીએમ મોદીની આ અભિનંદન શાહબાઝ શરીફના પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ આપવામાં આવ્યા છે.પીએમ મોદીએ ટ્વિટ કરીને નવા નિમાયેલા પાકિસ્તાનના પીએમને અભિનંદન પાઠવ્યા હતા.

પીએમ મોદીએ એક ટ્વિટ કર્યું છે તેમના એક ટ્વિટમાં તેઓએ લખ્યું, છે કે  ‘શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટવા બદલ અભિનંદન. ભારત આતંકવાદ મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, જેથી આપણે આપણા વિકાસ પર ધ્યાન આપી શકીએ. તેમજ તેના લોકોની સુખાકારી અને સમૃદ્ધિની સુનિષ્ચિત કરી શકીએ.

ઉલ્લેખનીય છે કે કે શાહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન બન્યા છે. પીએમ બનતાની સાથે જ તેમણે ભારત અને કાશ્મીર વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે ભારત સાથે વધુ સારા સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ જ્યાં સુધી કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી તે શક્ય નથી. અમે કાશ્મીરી લોકોને તેમના હાથમાં છોડી શકતા નથી.

એટલું જ નહીં, શરીફે એમ પણ કહ્યું કે નવાઝ શરીફે ભારત સાથે વધુ સારા સંબંધો ઈચ્છયા હતા. ઓગસ્ટ 2019 માં કાશ્મીર સાથે જે થયું, કલમ 370 નાબૂદ કરવામાં આવી. અમે કોઈ પગલું ભર્યું નથી. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, શું છે કાશ્મીરીઓનું નસીબ? કાશ્મીરની ખીણમાં કાશ્મીરીઓનું લોહી વહી રહ્યું છે. ત્યાંની ઘાટીઓ કાશ્મીરીઓના લોહીથી લાલ થઈ ગયા છે.ત્યારે પીએમ મોદીએ પણ તેમના આ જવાબ પર વળતી પ્રતિક્રીયા આપી છે.અને શાંતિ અને આતંકવાદનો ઉલ્લેખ તેમણે ટ્વિટમાં કર્યો છે.