Site icon Revoi.in

PM મોદીએ કંબોડિયાનાં વડાપ્રધાન સાથે કરી વાતચીતઃ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સહકાર સહિત દ્વિપક્ષીય મુદ્દાઓની થઈ ચર્ચા

Social Share

 

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને  બુધવારે તેમના કંબોડિયન સમકક્ષ હુન સેન સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. તેણે મેકોંગ-ગંગા કોઓપરેશન એક્શન પ્લાન હેઠળ ક્ષમતા નિર્માણ કાર્યક્રમો અને અગ્રતા ક્ષેત્રોમાં સહકાર સહિત ભારત-કંબોડિયા વચ્ચે મજબૂત વિકાસલક્ષી ભાગીદારીની સમીક્ષા કરી.

આ સાથે જ આ બન્ને નેતાઓ વચ્ચે વેપાર અને રોકાણ, માનવ સંસાધન વિકાસ, સંરક્ષણ અને સુરક્ષા, વિકાસ સહયોગ, કનેક્ટિવિટી, મહામારી પછીની આર્થિક પુનઃપ્રાપ્તિ અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં સહકાર સહિત દ્વિપક્ષીય મુદ્દાઓની સમગ્ર શ્રેણી પર ચર્ચા કરી હતી. વિડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત વાતચીત દરમિયાન, બંને નેતાઓએ સમાન હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી અને તેમના દ્વિપક્ષીય સહયોગની ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો.

જાણકારી અનુસાર વડા પ્રધાન હુન સેને ભારત સાથે કંબોડિયાના સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો હતો, જ્યારે વડા પ્રધાન મોદીએ તેમની લાગણીનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે કંબોડિયા પણ ભારતની “એક્ટ ઇસ્ટ પોલિસી” માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતાના સંબંધોને રેખાંકિત કર્યા હતા અને કંબોડિયામાં અંગકોર વાટ અને પ્રેહ વિહાર મંદિરોના પુનઃસંગ્રહમાં ભારતની ભૂમિકા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને ભાષાકીય સંબંધોને પ્રતિબિંબિત કરે છે.આ સાથે જ વાટાઘાટો દરમિયાન, વડા પ્રધાન હુન સેને ક્વાડ ઇમ્યુનાઇઝેશન ઇનિશિયેટિવ હેઠળ ભારતમાંથી કોવિડશિલ્ડ રસીના 3.25 લાખ ડોઝ પ્રદાન કરવા બદલ ભારતનો આભાર માન્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને નેતાઓએ ભારત અને કંબોડિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ પર પણ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. વર્ષગાંઠ નિમિત્તે, વડા પ્રધાન મોદીએ કંબોડિયાના રાજા અને રાણીને યોગ્ય સમયે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.આ રીતે બન્ને દેશના નેતાઓ એ પરસ્પર સંબધોની વાતચીત અને એક બીજાના સહોયગની સમિક્ષા કરી હતી.