દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને મંગળવારે યુનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સ તૃતીય સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય વતી, આબોહવા પરિવર્તન, જૈવવિવિધતાના સંરક્ષણ અને ઉર્જા સંક્રમણ માટે ધિરાણ માટે સંસાધનોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
પીઆઈબીએ નિવેદન જાહેર કરી કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના મહામહિમ રાજા ચાર્લ્સ-3ની સાથે ફોન પર વાત કરી છે. યુકેના રાજા તરીકે પદ ગ્રહણ કર્યા બાદ કિંગ ચાર્લ્સ-III ની સાથે પ્રધાનમંત્રીની આ પ્રથમ વાતચીત હતી.
પીએમ મોદી ફન પર વાતચીત દરમિયાન ભારતની G-20 પ્રેસિડન્સી અને મિશન ‘લાઇફ’ પર પણ ચર્ચા કરી હતી.આ બાબતને લઈને પીએમઓએ જણાવ્યું હતું કે, બંને નેતાઓએ કોમનવેલ્થ ઓફ નેશન્સ અને તેની કામગીરીને મજબૂત કરવાના માર્ગો પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું.
આ સહીત બન્ને નેતાઓ વચ્ચે બંને દેશો વચ્ચે જીવંત સેતુ તરીકે કામ કરવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં યુકેમાં ભારતીય સમુદાયની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી