Site icon Revoi.in

પીએમ મોદીએ ડેન્માર્કના વડાપ્રધાન સાથે ટેલિફોન પર વાતચીત કરી

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડરિકસેન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પીએમએ PM ફ્રેડરિકસેનને બીજી ટર્મ માટે ડેનમાર્કના પીએમ તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા.

બંને નેતાઓએ ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની પ્રગતિની સમીક્ષા કરી. તેઓએ તાજેતરના ઉચ્ચ સ્તરીય વિનિમય અને વધતા સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો.

પીએમએ PM ફ્રેડરિકસેનને G20ની ભારતની હાલની પ્રેસિડન્સી અને તેની મુખ્ય પ્રાથમિકતાઓ વિશે માહિતી આપી. પીએમ ફ્રેડરિકસેને ભારતની પહેલની પ્રશંસા કરી અને ડેનમાર્કના તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું.

બંને નેતાઓ આવતા વર્ષે 2024માં ભારત-ડેનમાર્ક સંબંધોની 75મી વર્ષગાંઠને યોગ્ય રીતે ઉજવવા અને તેમના સંબંધોને વધુ વૈવિધ્યસભર બનાવવાના ક્ષેત્રોની શોધ કરવા સંમત થયા હતા.

જયારે SAFRANના ગ્રૂપ ચેરમેન રોસ મેકઇન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું હતું.જેમાં જણાવ્યું હતું કે,“ગઈકાલે,  રોસ મેકઈનેસે, SAFRANના ગ્રુપ ચેરમેન PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ઝડપથી વિકસતું ભારતીય ઉડ્ડયન બજાર આ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ માટે પુષ્કળ અવકાશ પ્રદાન કરે છે. તેઓએ SAFRAN સાથે સંરક્ષણ અને અવકાશમાં તકનીકી ભાગીદારીની પણ ચર્ચા કરી.

ઉલ્લેખનીય  છે કે,પીએમ મોદી અન્ય દેશના વડાપ્રધાન સાથે મુલાકાત અથવા ટેલીફોનીક વાતચીત કરતા હોય છે ત્યારે આજે પીએમ મોદીએ ડેન્માર્કના વડાપ્રધાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.