Site icon Revoi.in

‘PM મોદીએ શીખો માટે ઘણું કર્યું…’, પૂર્વ ખાલિસ્તાન સમર્થકના નેતાનું નિવેદન, પીએમ મોદીના કર્યા વખાણ

Social Share

 

દિલ્હીઃ- ખાલસા દળ સંગઠનના સ્થાપક અને પૂર્વ ખાલિસ્તાની નેતા જસવંત સિંહ કોન્ટ્રાક્ટરે પીએમ મોદીને લઈને કંઈક કહ્નુંયું છે તેમનું  કહેવું છે કે વડાપ્રધાન મોદીએ શીખ સમુદાય માટે ઘણું કર્યું છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી શીખ સમુદાય માટે ખૂબ સન્માન ધરાવે છે અને તેમના લોકો માટે ઘણા કાર્યો કર્યા છે.

યુકે સ્થિત શીખ અલગતાવાદી નેતા એ મીડિયા સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે ખાલિસ્તાનનો અસલી દુશ્મન પાકિસ્તાન છે અને ‘કેટલાક શીખ પાકિસ્તાન સરકારના હાથ તરીકે કામ કરી રહ્યા છે’.

તેમણે પીએમ મોદીના વખાણ કરતા તેમના કાર્તેયો પણ ગણાવ્યા હતા ણે કરતારપુર કોરિડોર ખોલ્યો, લોકોને છોટે સાહિબજાદો વિશે જાગૃત કર્યા અને લોકોને બ્લેકલિસ્ટ કરવાનું બંધ કર્યું. જસવંત સિંહ કોન્ટ્રાક્ટરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે મોદી સરકારે ઘણી મોટી માંગણીઓ સ્વીકારી લીધી છે અને કેટલીક વધુ માંગણીઓ પર વિચાર કરવામાં આવશે.

પૂર્વ ખાલિસ્તાની નેતા જસવંત સિંહે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહની પણ ટીકા કરી હતી.  અમૃતપાલ સિંહ કે જેઓ હાલમાં જ પંજાબના અજનાલામાં પોલીસ સાથેની અથડામણને લઈને ચર્ચામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે કહ્યું કે અમૃતપાલ સિંહને ખાલિસ્તાન વિશે કંઈ ખબર નથી. તેણે કહ્યું કે અમૃતપાલ ખાલિસ્તાની નથી અને તે તેના વિશે કંઈ જાણતો નથી પરંતુ તે ખાલિસ્તાનના નામે ખૂબ પૈસા કમાઈ રહ્યો છે.તેમણે કહ્યું, “લોકોને ગેરમાર્ગે દોરવા એ ‘દંભ’ છે. લોકો તેને પૈસા કમાવવાનું સાધન માની રહ્યા છે.

તેમણે કહ્યું કે પંજાબના લોકો કોઈ લોકમતની માંગ કરી રહ્યા નથી. એક પ્રશ્નના જવાબમાં કોન્ટ્રાક્ટરે કહ્યું, ‘તમે જે લોકમતની વાત કરી રહ્યા છો, પંજાબના લોકો તેની માંગ કરતા નથી. આ એક સંસ્થા 2020 છે, જે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના નિર્દેશો પર લોકમતની વાત કરે છે. લોકમતનો અર્થ એ નથી કે… જો ભારતીય પાસપોર્ટ ધારકો અથવા ભારતીય નાગરિકો એવું ઈચ્છે છે, તો તે સમજી શકાય તેવું છે, પરંતુ કેનેડિયન, અમેરિકનો કે બ્રિટિશ લોકો જેને મત આપે છે તે નથી. તેની પાસે કોઈ સત્તા જ નથી.