કેબિનેટમાં બદલાવની અટકળો વચ્ચે પીએમ મોદીએ અમિત શાહ, જેપી નડ્ડા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
દિલ્હીઃ- વિતેલા દિવસને ગુરુવારના રોજ પીએમ મોદીએ એક ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવી હતી જેમાં ગૃહમંત્રી અનિત શાહ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિતિ રહ્યા હતા આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી હતી જ્યારે કેબિનેટમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય કેબિનેટ અને ભાજપ સંગઠનમાં ફેરફારની અટકળો વચ્ચે આ બેઠક લગભગ 4 કલાક ચાલી હતી. આ બેઠકમાં ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે હતા ત્યાર બાદ તેઓ આ ખાસ બેઠક માટે દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના મોટા નેતાઓની સતત બેઠકો ચાલી રહી છે. તાજેતરમાં જેપી નડ્ડા, અમિત શાહ અને બીએલ સંતોષની બેઠક પણ યોજાઈ હતી. ભૂતકાળમાં ભાજપના ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખો પણ બદલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલાનો સમયગાળો કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલ અથવા ફેરફારની છેલ્લી તક છે. તેથી મંત્રી પરિષદમાં ફેરબદલ કે વિસ્તરણની શક્યતાઓ મજબૂત બની છે. આ
આ મામલે સૂત્રોનું કહેવું છે કે મંત્રી પરિષદમાં કોઈપણ ફેરબદલ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ભાજપ આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે બીજેપી સતત ચૂંટણીને લઈને અનેક રેલીો બેઠકો અને જનસભાઓ સંબોધી રહી છે.