પીએમ મોદીએ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ફોન પર વાતચીત – દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી
- પીએમ મોદીએ સ્પેનના પ્રધાનમંત્રી સાથે કરી વાતચીત
- દ્રિપક્ષીય મુદ્દાઓ પર કરી ચર્ચા
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના જ નહી પરંતુ વિદેશના પણ લોકલાડીલા નેતા છે, તેઓની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જઈ રહી છે ,પ્રધાનમંત્રી પોતાના હોદ્દા પર સતત વિદેશ પ્રધાનો સાથે પણ તાલમેળ જાળવી રાખતા નેતા છે આ સંદર્ભે કતેઓ અનેક વખત વિદેશના મંત્રીઓ કે નેતાઓ સાથે વાતચીત કરતા રહે છે ત્યારે હવે તેમણ ેસ્પેનના વડાપ્રધાન સાથે વાત કરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે દેશના પીએમ મોદીએ વિતેલા દિવસ બુધવારની સાંજે તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝ સાથે વાત કરી હતી અને બંને નેતાઓએ ભારત-સ્પેનના સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
આ સાથે જ આ વાતચીત બાબતે સાંચેઝે એક ટ્વીટમાં કહ્યું કે, તેમણે જી-20ના ભારતના પ્રમુખપદ માટે સ્પેનના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.સાંચેઝે કહ્યું કે વડાપ્રધાન મોદી સાથે તેમની ફળદાયી વાતચીત થઈ. “મેં ભારતના G-20 પ્રમુખપદ માટે સ્પેનના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને અમે અમારા દ્વિપક્ષીય સંબંધોને, ખાસ કરીને અર્થતંત્ર અને વેપારના ક્ષેત્રોમાં મજબૂત બનાવવા માટે સંમત થયા છીએ,
આ સાથે જ તેમના ટ્વિટનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે ‘સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ સાથે વાત કરીને આનંદ થયો. અમે અમારા વધતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G-20 બેઠકમાં ગાઢ સહકાર ચાલુ રાખવાની આશા છે.
પીએમઓએ આપેલી માહિતી પ્રમાણે ચાલી રહેલી દ્વિપક્ષીય પહેલોની સમીક્ષા કરી અને તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન અને સંરક્ષણ, આર્થિક અને વ્યાપારી ક્ષેત્રોમાં વધતા સહકાર અંગે સંતોષ વ્યક્ત કર્યો,” PMO એ જણાવ્યું હતું. બંને નેતાઓ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ એક્શન, ક્લીન એનર્જી ટ્રાન્ઝિશન અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર સહયોગ કરવા પણ સંમત થયા હતા.તે જ સમયે, સાંચેઝે G-20ની અધ્યક્ષતામાં ભારતની પહેલને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.