Site icon Revoi.in

પીએમ મોદીએ ચેન્નઈમાં રોડ શો કર્યો, એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ઘાટન, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી આજે તેલંગણા તથા તામિલનાડુની મુલાકેત છે અહી તેમણે કોરોડો રુપિયાની યોજનાઓ જનતાને ભેંટ આપી છે આ સહીત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બપોર બાદ પીએમ મોદી તમિલનાડપના ચેન્નઈ ખાતે પહોંચ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદી ને ચેન્નઈ પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈમાં રોડ શો કર્યો. આ દરમિયાન રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝિલ્યું હતું . વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન તમિલનાડુથી સીએમ એમકે સ્ટાલિન અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. તે જ સમયે, આ પહેલા પીએમએ તમિલનાડુના ચેન્નાઈમાં ઈન્ટિગ્રેટેડ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

ચેન્નઈ ઇન્ટરનેશનલ અરપોર્ટ પર ​​ પર 1,260 કરોડ રૂપિયાની કિંમતથી તૈયાર નવી રચનાત્મક ઇમારત (ફેજ-1) ને પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યું . અધિકૃત ઇમારત માટે ખાસ રીતે રાજ્યની સમૃદ્ધિ અને વિરાસતને પ્રદર્શિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

આ ટર્મિનલની ખાસિયત એ છે છે ચેન્નાઈ એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ તમિલ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ભવ્ય ઇમારત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવાના છે, જે રૂ. 1,260 કરોડના ખર્ચે બનેલ છે. એટલે કે એરપોર્ટમાં પ્રવેશતાની સાથે જ તમિલ સંસ્કૃતિના દર્શન કરી શકાશે.

જાણકારી પ્રમાણે આ ટર્મિનલ પર વર્ષે 23 મિલિયન મુસાફરોથી વધીને 30 મિલિયન મુસાફરો સુધી પહોંચી જશે. નવું ટર્મિનલ સ્થાનિક તમિલ સંસ્કૃતિનું આકર્ષક પ્રતિબિંબ છે, જેમાં કોલમ સાડીઓ, મંદિરો અને અનેકનો સમાવેશ થાય છે જે કુદરતી વાતાવરણને પ્રકાશિત કરે છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે થાંભલાઓને પામ વૃક્ષોની દ્રશ્ય અસરને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. છતને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી છે, જેમાં દક્ષિણ ભારતની કોલમ પેટર્ન દર્શાવવામાં આવી છે અને છતની ડિઝાઇન ભરતનાટ્યમથી પ્રેરિત છે.

કહેવામાં આવ્યું છે કે 2,20,972 ચો.મી.ના વિસ્તારમાં ફેલાયેલ ચેન્નાઈ એરપોર્ટ પરનું નવું સંકલિત ટર્મિનલ બિલ્ડીંગ, તમિલનાડુ રાજ્યમાં વધતા હવાઈ ટ્રાફિકને પહોંચી વળવા માટે તૈયાર છે. આ ઉચ્ચ ગુણવત્તાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર તે આપવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ છે ઉલ્લેખનીય છએ કે  નાગરિક ઉડ્ડયન મંત્રી  જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ અને મુખ્ય મંત્રી એમકે સ્ટાલિન અન્ય નેતાઓ સાથે હાજર હતા. વડા પ્રધાન મુખ્ય પ્રધાન સ્ટાલિનનો હાથ પકડીને ટર્મિનલની આસપાસ ફરતા નજરે પડ્યા હતા.