Site icon Revoi.in

પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો ક્યાં મુદ્દાઓ પર થઇ ચર્ચા

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને તેની માહિતી આપી છે. બંને નેતાઓએ આ દરમિયાન ક્ષેત્રિય મુદ્દોથી લઈને ઇન્ડો-પેસિફિક,હવામાન પરિવર્તન સહિતના પ્રાદેશિક મુદ્દા સહિત ઘણા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ જો બાઇડેનને રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

જો બાઇડેન સાથેની વાતચીતની ડિટેલ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, જો બાઇડેન સાથે વાત કરી અને તેમને સફળતાની શુભેચ્છા પાઠવી હતી,અમે ક્ષેત્રિય મુદ્દાઓ વહેંચાયેલી પ્રાથમિકતાઓ પર વાત કરી હતી. અમે હવામાન પરિવર્તન સામે આપણો સહયોગ આગળ વધારવા સંમતિ આપી.

પીએમ મોદીએ પોતાની આગામી ટ્વિટમાં લખ્યું કે,રાષ્ટ્રપતિ જો બાઇડેન અને હું નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય હુકમ માટે પ્રતિબદ્ધ છીએ. અમે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અને તેના કરતા આગળની શાંતિ અને સલામતી માટે આપણી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની આશા રાખીએ છીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જો બાઇડેન વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. ત્યારબાદ પીએમ મોદીની જો બાઇડેન સાથે આ પહેલી વાતચીત છે.

-દેવાંશી