Site icon Revoi.in

નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે પીએમ મોદીએ મહત્વપૂર્ણ બેઠક યોજી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી અને અન્ય નિષ્ણાતો પણ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ભારતનો વિકાસ અને આર્થિક સામર્થ્ય પર ચર્ચા કરવી હતો.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થશાસ્ત્રીઓના મંતવ્યો અને સૂચનો લઈને આ વર્ષના  કેન્દ્રીય બજેટ પહેલા ભારતીય અર્થતંત્રની સ્થિતિ અને પડકારોનું મૂલ્યાંકન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ ભારતના ડિજિટલ ગ્રોથની અને દેશની ફાઇનાન્સિયલ ટેક્નોલોજીને ઝડપથી અપનાવવાની ક્ષમતાની પ્રસંશા કરી હતી. આ સાથે ભારતના વિકાસમાં મહિલા શક્તિના મહત્વને રેખાંકિત કરતાં વડાપ્રધા નરેન્દ્ર મોદીએ કાર્ય-બળમાં મહિલાઓની ભાગીદારી વધુ વધારવાના પ્રયાસો ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો.