પીએમ મોદી એ જંગલ સફારીમાં પોતે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી, જોવા મળ્યો પીએમનો અનોખ અવતાર
- પીએમ મોદીએ કરી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી
- પીએમ નો અનોખો અંદાજ કેમેરામાં થયો કેદ
દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની મુલાકાતે પહોચ્યા છે. મોદીએ આજે કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. અહીં, પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે, તેમણે બાંદીપુર ટાઇગર રિઝર્વમાં જંગલ સફારીનો આનંદ માણ્યો હતો જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થી રહ્યા છે.
આજરોજ સવારે બાંદીપુર ટાઈગર રિઝર્વ ગયો અને પછી ત્યાં થેપ્પકાડુ એલિફન્ટ કેમ્પ પહોંચ્યો. આ દરમિયાન પીએમ મોદીએ અહીં કેમેરાથી ઘણા ફોટો ક્લિક કરતા નજરે પડ્યો છે, ફોટો ક્લિક કરતા પીએમ કેમેરામાં કેદ થયા હતા. આ સાથે જ તેમણે હાથીને પોતાના હાથે શેરડી ખવડાવી અને દૂરબીનની મદદથી આ અદભૂત નજારો માણ્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદીના નવા લુકના ફોટો સામે આવી છે. જેમાં પીએમ એ ખાકી રંગની પ્રિન્ટવાળી ટી-શર્ટ કેરી કરી છે તેણે કાળી કેપ અને કાળા શૂઝ પણ પહેર્યા છે.
ફોટામાં પીએમ મોદી હાથમાં હાફ જેકેટ સાથે જોવા મળે છે.PMએ જંગલી પ્રાણીઓના ફોટો લેવા માટે અલ્ટ્રા ઝૂમ કેમેરાનો ઉપયોગ કર્યો. આવા કેમેરાથી દૂર રહેલા પ્રાણીની પણ સ્પષ્ટ ફોટો લઈ શકાય છે.જંગલ સફારી દરમિયાન પીએમ ખૂબ જ ઉત્સાહિત હતા. તે જીપ પર ઊભા રહીને પ્રાણીઓને જોતા જોવા મળ્યા હતા
આ પ્રવાસ દરમિયાન પીએમ તાજેતરના વાઘની વસ્તી ગણતરીનો રિપોર્ટ, વાઘ સંરક્ષણ માટે સરકારના વિઝનને પણ રિલીઝ કરશે અને આ ઘટનાની યાદમાં એક સિક્કો પણ બહાર પાડશે. આ પ્રસંગે, પીએમ મૈસુર અને ચામરાજનગર જિલ્લામાં આયોજિત થનારી ત્રણ દિવસીય મેગા ઈવેન્ટનું પણ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.