પીએમ મોદીએ પુર ગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક- નવી તકનીકોના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો
- પીએમ મોદીની 6 રાજ્યોના સીએમ સાથે બેઠક
- વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી બેઠક યોજી સ્થિની સમિક્ષા કરી
- પુરગ્રસ્ત વિસ્તારો માટે થઈ ચર્ચા
- નવી તકનિક બાબતે મૂ્કયો ભાર
- પુર પહેલાની આગાહી માટેના સુચનો પર વાતચીત કરવામાં આવી
દેશના કેટલાક રાજ્યો હાલ પુરની સ્થિતિ સામે લડી રહ્યા છે, દક્ષિણ-પશ્વિમ ચોમાસું અને વર્તમાનમાં પુરની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે દેશના પ્રધાનમંત્રી મોદીએ 6 રાજ્યો અસામ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર,કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે આગાહી અને ચેતવણી પ્રણાલીઓને સુધારવા માટે નવી નવી તકનીકીઓના વ્યાપક ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.
પ્રધાન મંત્રી કાર્યાલય એ જણાવ્યું કે, દેશમાં દક્ષિણ-પશ્વિમ મોનસુન અને પુરના પ્રકોપની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા અને તે માટેની તૈયારીઓની સમિક્ષા માટે પીએમ મોદીએ 6 રાજ્યોના મંત્રીઓ સાથે પુરના સંકટોને રોકવા માટેની કાર્યવાહી પર વાતચીત કરી હતી.
Delhi: Prime Minister Narendra Modi held a meeting today through video conference with Chief Ministers of Assam, Bihar, Uttar Pradesh, Maharashtra, Karnataka and Kerala to review their preparedness to deal with south-west monsoon and current flood situation in the country. pic.twitter.com/1aBl7xw8ux
— ANI (@ANI) August 10, 2020
પીએમઓ એ એક નિવેદનમાં કહ્યું કે, બેઠક દરમિયાન પ્રધાનમંત્રી પુરની આગાહી પહેલાના અનુમાન માટે સ્થાયિ પ્રણાલી માટે દરેક કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ વચ્ચે ખુબ જ શ્રેષ્ઠ સમન્વય પર ભાર મૂક્યો છે, વડા પ્રધાને પૂરની આગાહી અને ચેતવણી પ્રણાલીઓને સુધારવા માટે નવીન તકનીકોના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ બેઠકમાં પૂર સંચાલનમાં નેપાળ સાથે અસહકારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે મામલે કેન્દ્રને દખલ કરવાની માંગ રજુ કરી હતી. ઉલ્લેખનીય છે કે, બિહારમાં અત્યાર સુધીના પૂરની સ્થિતિ 16 જિલ્લાઓમાં જોવા મળી છે જેમાં 74 લાખથી વધુની વસ્તી પુરની ઝપેટમાં આવી હોવાથી તેમના જનજીવન પર અસર થઈ છે. પૂરના કારણે અત્યાર સુધીમાં કુલ 23 લોકોનાં મોત નીપજ્યાં છે.
સાહીન–