દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રીકામાં યોજાનાર બ્રિક્સ સમ્મેલનનો ભાગ બનવા અહી વિતેલી સાંજે પહોંચ્યા છે ત્યારે વિતેલી સાંજે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત અહી કરાયું હતું જ્હોવિસબર્ગમાં પીએમ મોદી છવાયેલા જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે BRICS સમિટ 22 થી 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાવાની છે. આ સંમેલનમાં ભારતના વડાપ્રધાન મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા પણ ભાગ લેશે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ આ સમિટમાં ભાગ લેવા જોહાનિસબર્ગ પહોંચ્યા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા આ કોન્ફરન્સનું આયોજન કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમિટમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે.
જો અહીં પીએમ મોદીના આગમન વિશે વાત કરીએ તો તેમને ભવ્ય આવકાર મળ્યો હતો. જાણકારી પ્રમાણે જ્હોનિસબર્ગમાં ઠેર ઠેર પીએમ મોદીના પોસ્ટરો જોવા મળ્યા છે. અહી વસતા ભારતીયોમાં પીેમ મોદીના આગમનને લઈને અનેરો ઉત્સાહ છલકાયો હતો જહ્હોનસબર્ગમાં ભારતીય વડાપ્રધાનના સ્વાગત માટે મોટા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
પીએમ મોદીએ મંગળવારે ભારત છોડતાની સાથે જ દક્ષિણ આફ્રિકામાં આથુરતાથી તેમની રાહ જોવાવા લાગી છે. અનેક લોકો અહીં મોદીની દક્ષિણ આફ્રિકાની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. બ્રિક્સ સમિટ માટે જોહાનિસબર્ગમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સહીત જોહાનિસબર્ગમાં વેદાંતના આફ્રિકા ઓપરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પુષ્પેન્દ્ર સિંગલાએ જણાવ્યું કે તેઓ મોદીની દક્ષિણ આફ્રિકાની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. વેદાંતા કંપની ભારત અને દક્ષિણ આફ્રિકાને એકસાથે લાવવામાં કઈ રીતે મહત્વની ભૂમિકા ભજવી શકે તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તકોની શક્યતાઓ અમર્યાદિત છે.
બ્રિક્સમાં પાંચ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે આ પાંચ દેશઓનો સમૂહ BRICSની સમિટ માટે દક્ષિણ આફ્રિકાના શહેર જોહાનિસબર્ગમાં એકઠો થયો છે અહીં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે.