- PM મોદી એ ઓસ્ટ્રેલિયાના પીએમને વર્લ્ડ કપ જોવા આમંત્રણ આપ્યું
- સાથે જ દિવાળી મનાવવા માટે ભારત આવવા નિમંત્રણ પાઠવ્યું
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતા આજે તેઓ ભારત પરત ફરવાના છએ ,ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પીએમ મોદીએ અનેક નેતાઓ અને મંત્રીઓ સાથે ખાસ મુદ્દાઓ પર વાતચીત કરી હતી,આ સાથે જ પીએમ મોદીએ વર્લ્ડ કપને નિહાળવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમ એવા અલ્બેનીઝને ભારત આવવા માટે ખઆસ આમંત્રિત કર્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીની આ મુલાકાત ત્રણ દિવસની હતી જે આજે સમાપ્ત થનાર છે,આજરોજ બુધવારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકોને ઓડીઆઈ વર્લ્ડ કપ 2023 જોવા માટે આમંત્રણ આપ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ODI વર્લ્ડ કપનું આયોજન ભારતમાં કરવામાં આવી રહ્યું છે અને આ ટૂર્નામેન્ટને ભારત અને ઓસ્ટ્રેલિયા માટે ખાસ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પીએમ એ તેમના સમકક્ષ અલ્બેનીઝને અહીં આવવા આમંત્રણ આપ્યું. આ અગાઉ અલ્બેનીઝ પણ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ જોવા માટે માર્ચમાં ભારત આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ક્રિકેટ ડિપ્લોમસી દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યા છે. પીએમ મોદીએ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસને ક્રિકેટ વર્લ્ડ કપ અને દિવાળીની ઉજવણી જોવા માટે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. ભારત આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરશે.એટલે કે આજ સમયે ભારતનો ખાસ તહેવાર દિવાળી પણ છે જે દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથએ ધામઝૂમ પૂર્વક મનાવવામાં આવે છએ જેથઈ પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમને ભારત આવવા માટે ખાસ નિમંત્રણ પાઠવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, “હું એન્થોની અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકોને ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારત આવવાનું આમંત્રણ આપું છું. તે સમયે તમને ક્રિકેટની સાથે-સાથે દિવાળીની ચમક અને ધામધૂમ પણ જોવા મળશે.”પીએમ મોદીએ કહ્યું, “છેલ્લા એક વર્ષમાં આ અમારી છઠ્ઠી મુલાકાત છે. તે અમારા વ્યાપક સંબંધોની ઊંડાઈ અને અમારા સંબંધોની પરિપક્વતા દર્શાવે છે. ક્રિકેટની ભાષામાં, અમારા સંબંધો હવે ટી 20 મોડમાં આવ્યા છે.”ઉલ્લેખનીય છે કે આ વર્ષે દીવાળીનો તહેવાર 12મી નવેમ્બરે છે. ક્રિકેટના માધ્યમથી રાજકીય સંબંધો સુધારવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ભારતે સમયાંતરે ક્રિકેટ ડિપ્લોમસી દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.