- કુશીનગરમાં એરપોર્ટનો આજથી આરંભ
- પીએમ મોદીએ કર્યું એરપોર્ટનું ઉદ્ધાટન
દિલ્હીઃ-આજ રોજ બુધરવારે દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ ઉત્તરપ્રદેશ સ્થિત બૌદ્ધોનું ત્રીથ સ્થાન એવા કુશીનગરને આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ધાટન કર્યું છે જે યુપીનું ત્રીજું અને સૌથી લાંબુ રનવે એરપોર્ટ છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કુશીનગર એરપોર્ટના નિર્માણથી ખેડૂતો, દુકાનદારો, ઉદ્યોગસાહસિકોને પણ લાભ મળશે. આ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ સ્થળ બોદ્ધ ઘર્મનું પવિત્ર સ્થળ છે, અહીં એરપોર્ટ બનતા જ બૌદ્ધ ધર્મ સાથે ડોજાયેલા દેશઓ અહીંની મુલાકાત લેતા થશે, જેથી યાત્રાઓને વેગ મળશે જેથી કરી અહી વ્યવસાયિક લોકોને પણ મોટી રાહત મળશે ા સાથે જ દરેક ક્ષેત્રમાં વુદ્ધી આવશે.
જાણો પીએમ મોદીએ કરેલા ભાષણના કેટલા અંશો
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની અહીંથી વધુ દૂર નથી. કપિલવસ્તુ પણ ખૂબ જ નજીક છે. સારનાથ, પવિત્ર ભૂમિ જ્યાં ભગવાન બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો, તે પણ 100-150 કિમીની ત્રિજ્યામાં આવે છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશના ઉડ્ડયન ક્ષેત્રને વ્યવસાયિક રીતે ચલાવવું જોઈએ, સગવડ અને સલામતીને પ્રાધાન્ય આપવું જોઈએ, જેથી તાજેતરમાં જ દેશે એર ઈન્ડિયાને લગતું મોટું પગલું ભર્યું છે. આવા જ એક મોટૂ રિફોર્મ નાગરિક ઉપયોગ માટે સંરક્ષણ એરસ્પેસ ખોલવા સાથે સંબંધિત છે.
પીએમ મોદીએ કહ્યું કેઉડાન યોજના હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં 900 થી વધુ નવા રૂટ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 350 થી વધુ પર હવાઈ સેવા શરૂ થઈ છે. 50 થી વધુ નવા એરપોર્ટ અથવા જે અગાઉ સેવામાં ન હતા તે કાર્યરત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતના યુવાનોને અંહી સારી તાલીમ મળશે, દેશના પાંચ એરપોર્ટ પર 8 ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે, તાલીમ માટે ઉદ્યોગ સાથે જોડાયેલા નિયમોને પણ સરળ બનાવવામાં આવ્યા છે, ભારત દ્વારા બનાવેલી ડ્રોન નીતિ પણ કૃષિ થી લઈને આરોગ્યને લાભ પહોંચાડશે
આગળ વધુમાં પીએમ મોદીએ કહ્યું કે કુશીનગરનો વિકાસ યુપી સરકાર અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે, ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ કરવો, વધુ સારી કનેક્ટિવિટી માટે, આજે ભારત દ્વારા ભક્તો માટે સુવિધા નિર્માણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.