Site icon Revoi.in

અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું PM મોદીએ લોકાર્પણ કર્યું, 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી

Social Share

અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભવ્ય રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. તેમજ બે અમૃતભારત અને છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનને નિહાળ્યું હતું.

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરનો 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તે પૂર્વે ઓયોધ્યામાં ભવ્ય એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. સવારે હવાઈ માર્ગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 15 કિમી લાંબો રોડ-શો યોજાયો હતો. રોડ શો દરમિયાન જયશ્રી રામના નારા લાગ્યા હતા. સમગ્ર ઓયોધ્યા જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 કિમીનો રોડ શો પૂર્ણ કરીને રેલવે સ્ટેશન પહોંચ્યાં હતા. અયોધ્યામાં ધર્મ પથથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં સાધુ-સંતો દ્વારા વેદપાઠ કરવામાં આવ્યા હતા. અયોધ્યાધામ રેલવે સ્ટેશન ઉપર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિડેવલોડ કરાયેલા અયોધ્યામ ધામ રેલવે સ્ટેશનના ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સમગ્ર રેલવે સ્ટેશન નિહાળયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત ટ્રેનને નીહાળી હતી. અંદર હાજર બાળકો અને કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. પીએમ મોદીની સાથે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સીએમ યોગી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.