1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં PM મોદીએ દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું કર્યું ઉદઘાટન
ગાંધીનગરમાં PM મોદીએ દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું કર્યું ઉદઘાટન

ગાંધીનગરમાં PM મોદીએ દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું કર્યું ઉદઘાટન

0
Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ મંગળવારે ગાંધીનગરમાં VGGS-2024 અંતર્ગત દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024 ખુલ્લો મુક્યો હતો.

આ ઉદઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ  ફિલિપ ન્યુસી,તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ  જોસ મેન્યુઅલ રામોસ,ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ સ્વીચ ઓન કરીને તક્તીનું અનાવરણ કરીને ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટથી જ સમૃદ્ધિ અને વિકાસયાત્રા દર્શાવતી ‘ધ સમિટ ઑફ સક્સેસ ટુવર્ડ્સ રિયલાઇઝેશન ઑફ ફૂલેસ્ટ પોટેન્શિયલ ઑફ ગુજરાત’ નામની ઇ-કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન દ્વારા વાયબ્રન્ટ ગુજરાત-2024 અમૃતકાળની પ્રથમ સમિટની યાદમાં ‘સ્મારક સિક્કા’ તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ નિમિત્તે ‘સ્મારક સ્ટેમ્પ’નું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની અસર અંગે ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ‘સંશોધન અહેવાલ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત મહાનુભાવોએ ગ્લોબલ ટ્રેડ શોમાં ઈન્ટરનેશનલ પેવિલિયન,ઈ-મોબોલિટી, આત્મનિર્ભર ગુજરાત,સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન ટેક‌એડ સહિત વિવિધ પેવેલીયનોની મુલાકાત કરીને વડાપ્રધાનએ એકઝિબિટર્સ સાથે સંવાદ કરી માહિતી મેળવી હતી. આ ઉદઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી,રાજ્ય મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, મુખ્ય સચિવ  રાજકુમાર સહિત દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્થિત રહ્યા હતા.

હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો ભારતનો આ સૌથી  મોટો  ગ્લોબલ ટ્રેડ-શો તા.10-11  જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તા. 12-13  જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના આગમન વખતે બી.એસ.એફ.ના બ્રાસ બેન્ડ તથા ગુજરાત પોલીસના પાઇપ બેન્ડે સંગીતની સૂરાવલીઓથી વડાપ્રધાન સહિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024  અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા,બાંગ્લાદેશ,સિંગાપોર, UAE -સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ 20 દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે 1000થી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 34 દેશો ભાગ લઈ રહ્યા છે.

આ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ESDM, ફિનટેક, સાયબર સુરક્ષા, AI, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે.

આ ઉપરાંત ટ્રેડ શોમાં કુલ-13 હોલમાં ‘મેઈક ઇન ગુજરાત’, ‘આત્મનિર્ભર ભારત’ સહિત વિવિધ 13 થીમ નક્કી કરાઇ છે.વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરવા અંદાજે 450  MSME એકમો સહભાગી થ‌ઈ રહ્યા છે. જેમાં મહિલા સશક્તિકરણ, MSME વિકાસ, નવી ટેકનોલોજી, ગ્રીન અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ ઊર્જા વગેરે પર આ પ્રદર્શનમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. IT અને ITES સ્ટાર્ટઅપ્સ અને તેમના નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવા ટેકેડ પેવેલિયન તૈયાર કરાયું છે. ટ્રેડ શો દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ અને વેન્ડર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code