ભૂજ ખાતે પીએમ મોદીએ સ્મૃતિવન સ્મારકનું કર્યું લોકાર્પણ – 2001ના ભૂકંપમાં જીવ ગુમાવનારા હજારો લોકોની યાદમાં બનાવાયું આ સ્મારક
- આજે કચ્છમાં પીએમ મોદી
- સ્મૃતિવન સ્મારકનું પીએમ મોદીએ કર્યું ઉગદ્ધાટન
અમદાવાદઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિતેલા દિવસને શનિવારના રોજથી ગુજરાતની મુલાકાતે છે,ગઈકાલે અમદાવાદ ખાતે એટલબ્રિજનું લોકાર્પણ કર્યું હતું ત્યારે આ કચ્છ જિલ્લાના ભુજ પહોંચ્યા જ્યાં તેમણે રોડ શો કરીને જનતાનું અભિવાદન કર્યું હતું.આ સાથે જ પીએમ મોદી એ કચ્છ ખાતે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ધાટન કર્યું છે.
ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યેની જાગૃતી અને તેમાં રસ દાખવવાના હેતુથી આ મ્યૂઝિયમ બનાવાયું છે . ભૂસ્તરશાસ્ત્રને લગચતી અનેકત માહિતી તથા ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવામાં આવી છે. આ સાથએ જ અહીના આ મ્યૂઝિયમમાં કુલ 7 બ્લોક છે.
ભૂકંપમાં જીવ ગુમાવનારા 13 હજાર લોકોની યાદમાં આ સ્મારક બનાવવામાં આવ્યું છે. ઉપરાંત, લગભગ 470 એકર વિસ્તારમાં બનેલું આ સ્મારક પણ આ હૃદયદ્રાવક દુર્ઘટનામાંથી બહાર આવવાની લોકોની ભાવના દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2001 માં આવેલા ભૂકંપે અહીના લોકોની દિશા અને દશા બન્ને બદલી નાખી હતી, ચારેતફર હ્દયકાંપી ઉઠે તેવા દર્શયો સર્જાયા હતા ત્યારે હવે અહી તે ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટરમાં એક માનવામાં આવી રહ્યું છે સ અહી આવતા લોકો ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિની લાગણી અનુભવી શકશે
જો પીએમ મોદીના આજના કાર્યક્રની વાત કરીએ તો પીએમ મોદી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમને સંબોધીને બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટથી રાજભવન પરત ફરશે. સાંજે 5.30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ભારતમાં સુઝુકીના 40 વર્ષ’ની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપશે.