- પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનની લેલી ધંડી બતાવી
- હિમાચલના ઉનાથી આ ટ્રેનનો આરંભ કરાવ્યો
શિમલાઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશની મુલાકાતે છે ત્યારે આજરોજ તેમણે હિમાચલા ઊનાથી ચોથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી તેની શરુઆત કરાવી છે. પીએમ મોદી ટુંક સમયમાં જ બલ્ક ડ્રગ ફાર્મા પાર્કનો શિલાન્યાસ પણ કરવાના છે. અને ટ્રિપલ આઈટી કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. આ સાથે દેશને ચોથી અને નવી દિલ્હીને ત્રીજી વંદે ભારત ટ્રેન મળી છે. આ ટ્રેન 21 ઓક્ટોબરથી દિલ્હીથી ઉનાના અંબ અંદૌરા રેલવે સ્ટેશન સુધી નિયમિતપણે દોડશે. આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.
ઈન્દિરા સ્ટેડિયમમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. અનુરાગે પીએમ મોદીને ચુંદડી અને માતા ચિંતપૂર્ણીનું ચિત્ર ભએંટમાં આપ્યું અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ મોદી હિમાચલને બીજું ઘર માને છે. ટ્રેનનું સપનું પર્વતના લોકો માટે સ્વપ્ન સમાન હતું.જે હવે પુરુ થયું છે.
તેમણ કહ્યું કે ઉનાથી વંદે ભારત એક્સપ્રેસ આજથી શરૂ થઈ છે. વંદે ભારત એક્સપ્રેસ એ ભારતને બદલવાની માન્યતા ધરાવે છે. જ્યાં 70 વર્ષમાં કોઈએ જોયું નથી, તે જગ્યા માટે પીએમ નરેન્દ્ર મોદીએ ચોથી ટ્રેન દોડાવી હતી. વંઆ બદલાતા ભારતની માન્યતા છે. હું જેની કલ્પના પણ કરી શકતો ન હતો તેના કરતાં વધુ આપ્યું
. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભાનુપલ્લીથી બિલાસપુર રેલવે લાઇનનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. મોદી સરકારે બલ્ક ડ્રગ્સ ફાર્મા પાર્ક પણ આપ્યો, જે હિમાચલને 30 હજાર નોકરીઓ આપવા જઈ રહી છે. આ વીર ભૂમિની વિશાળ માંગ, વન રેન્ક વન પેન્શનની માંગ પણ પૂરી થઈ. આ રીતે કેન્દજ્રીય મંત્રપીએ પીએમ મોદીના કાર્યની સરહાના કરી હતી.