PM મોદીએ એરો ઈન્ડિયા શોનું ઉદ્ઘાટન કર્યું – કહ્યું ‘અમૃત કાલનું ભારત એક ફાઈટર પાઈલટની જેમ આગળ વધી રહ્યું, ભારતની ગતિ ઝડપી હોવા છત્તા તે જમીન સાથે જોડાયેલું છે’
- પીએમ મોદીએ એરો ઈન્ડિયા શોનું કર્યું ઉદ્ધાટન
- ભારત હંમેશા જમીન સાથે જોડાયેલું છે
દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો ઈન્ડિયા 2023 ની 14મી આવૃત્તિ બેંગલુરુમાં યેલાહંકાના એરફોર્સ સ્ટેશન ખાતે ઉદ્ઘાટન કર્યું છે. એર ચીફ વીઆર ચૌધરીએ ઉદઘાટન સમારોહમાં ગુરુકુલ રચનાનું નેતૃત્વ કર્યું અને ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. આ સહીત અહી રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિતિ રહ્યા છે.
પીએમએ કહ્યું કે, એરો ઈન્ડિયા અન્ય એક કારણથી ખૂબ જ ખાસ છે. તેનાથી એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે નવી તકો ઊભી થશે. કર્ણાટકના યુવાનો માટે નવા રસ્તા ખુલશે. જો આ તકોમાં વધુને વધુ લોકો જોડાશે તો સંરક્ષણ ક્ષેત્રે નવી નવીનતાનો માર્ગ ખુલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘અમૃત કાલ’નું ભારત એક ફાઈટર પાઈલટની જેમ આગળ વધી રહ્યું છે, જે ઊંચાઈને સ્પર્શતા ડરતું નથી. જે સૌથી વધુ ઉડવા માટે ઉત્સાહિત પણ છે. આજનો ભારત ઝડપથી વિચારે છે, દૂર સુધી વિચારે છે અને ઝડપી નિર્ણયો લે છે.
આ સાથે જ પીએમ મોદીએ ભારતના વખાણ કરતા કહ્યું હતું કે ભારતની ગમિ ગમે તેટલી ઝડપી છે પરંતુ તે જમીન સાથે જોડાયેલું રહગે છે. ભારતે છેલ્લા 8 થી 9 વર્ષમાં તેના સંરક્ષણ ક્ષેત્રને નવજીવન આપ્યું છે. અમે 2024-25 સુધીમાં સંરક્ષણ નિકાસને $5 બિલિયન સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારત હવે સંરક્ષણ ઉત્પાદક દેશોમાં સામેલ થવા માટે ઝડપથી આગળ વધશે.