Site icon Revoi.in

PM મોદીએ દિલ્હી ખાતે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપોનું ઉદ્ધાટન કર્યું – કહ્યું, ‘બાયોટેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણકારોની સંખ્યા 9 ગણી વધી’

Social Share

દિલ્હીઃ- આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ દિલ્હી મેદાનના પ્રગતિ ખાતે  દેશના પ્રથમ બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપો 2022નું ઉદ્ધાટન કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ ડો. જિતેન્દ્ર સિંહ, પિયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાનની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી.પીએમ મોદી એ પોતાના વક્તવ્યમાં ટોપ 10 દેશોમાં  સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં  ભારતનો સમાવેશ થવાની વાત પણ કહી હતી.

પીએમ મોદીએ આ પ્રસંગ બાદ  સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે દેશનો પ્રથમ બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો દેશમાં બાયોટેક ક્ષેત્રના વ્યાપક વિકાસનું પ્રતિબિંબ દર્શાવે છે. ભારતની બાયો-ઈકોનોમી છેલ્લા આઠ વર્ષમાં આઠ ગણી વધી છે. અમે 10 અરબ ડોલરથી ડોલર સુધી આપણે પહોંચી ગયા છીએ.

આ સાથે જ કહ્યું કે છેલ્લા કેટલાક  વર્ષોમાં આપણે અટલ ઈનોવેશન મિશન, મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જે પણ પગલાં લીધા છે તેનો લાભ પણ બાયોટેક સેક્ટરને મળ્યો છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયાની શરૂઆત બાદ આપણા બાયોટેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં 9 ગણો વધારો નોંધાયો છે.

ભારત બાયોટેક ટૂંક સમયમાં વૈશ્વિક ઇકોસિસ્ટમમાં ટોચના દસ દેશોની લીગમાં જોડાશે. બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ એ ન્યૂ ઇન્ડિયાની આ નવી છલાંગમાં મોટી ભૂમિકા ભજવી છે.

પીએમ મોદીએ કહ્યું કે, કે દુનિયામાં આપણા આઈટી પ્રોફેશનલની સ્કિલ અને ઈનોવેશનને લઈને ટ્રસ્ટ નવી ઊંચાઈ પર છે. આ જ ટ્રસ્ટ, રેપ્યુટેશન આ દાયકામાં ભારતના બાયોટેક સેક્ટર, બાયો પ્રોફેશનલ માટે થતો આપણે જોઈ રહ્યા છીએભારતને બાયોટેક સેક્ટરમાં તકોની ભૂમિ તરીકે ગણવામાં આવે છે. તેના માટે મુખ્યત્વે પાંચ કારણો છે. આમાં વિવિધ વસ્તી, વિવિધ આબોહવા વિસ્તારો, પ્રતિભાશાળી માનવ મૂડી પૂલ, વ્યવસાય કરવામાં સરળતા તરફના પ્રયાસો અને બાયો-પ્રોડક્ટ્સની માંગનો સમાવેશ થાય છે.