પીએમ મોદીએ પ્રધાનમંત્રી સંગ્રાહલયનું કર્યું ઉદ્ધાટન- સંગ્રાહલયની પ્રથમ ટિકિટ પણ પીએમ મોદીએ ખરીદી
- પીએમ મોદીએ પ્રધાનમંત્રી સંગ્રાહલયનું કર્યું ઉદ્ધાટન
- સંગ્રાહલયની પ્રથમ ટિકિટ પીએમ મોદીએ ખરીદી
દિલ્હીઃ- દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ રોજ 14 એપ્રિલ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર દિલ્હી ખાતે તીન મૂર્તિ ભવનમાં પ્રધાનમંત્રી સંગ્રાહલનું ઉદ્ધાટન કર્યું છે.આ સમગિરહલય આજથી પહેલા નેહરુ મેમોરિયલ તરીકે જાણીતું હતું
આ સગ્રાહલયમાં મહત્વપૂર્ણ પત્રવ્યવહાર, કેટલીક અંગત વસ્તુઓ, ભેટ અને સ્મારક, સન્માન, મેડલ, સ્મારક સ્ટેમ્પ, સિક્કા વગેરે પણ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. દૂરદર્શન, ફિલ્મ વિભાગ, સંસદ ટીવી, સંરક્ષણ મંત્રાલય, મીડિયા ગૃહો (ભારતીય અને વિદેશી), પ્રિન્ટ મીડિયા, વિદેશી સમાચાર એજન્સીઓ, વિદેશ મંત્રાલય વગેરે જેવી સંસ્થાઓ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
આ ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદીએ આ સંગ્રાહલયની પ્રથમ ટિકિટ ખરીદી અને પછી એક ઝલક જોવા માટે અંદર ગયા. વડાપ્રધાનના મ્યુઝિયમમાં અત્યાર સુધીના તમામ વડાપ્રધાનોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. ઉલ્લએખનીય છે કે ગયા મહિને પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં નેહરુ મ્યુઝિયમને પીએમ મ્યુઝિયમમાં બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેબિનેટની બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે સરકારે પૂર્વ વડાપ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ નિર્ણય લીધો છે. આપણે બધા પીએમના યોગદાનને ઓળખવા માંગીએ છીએ. વડાપ્રધાનના સંગ્રહાલયમાં તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોના કાર્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાનો વિશે મૂલ્યવાન માહિતી માટે તેમના પરિવારોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.