- પીએમ મોદીએ શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું
- કહ્યું નાના શહેરોને પણ એરકનેક્ટિવિટીથી જોડવા જોઈએ
બેંગ્લુંરુ – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ સોમવારે બેંગલુરુ ખાતે શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું છે આ દરમિયાન તેમણે જાહેર સભા પણ સંબોધિ હતી . શરુાતના ભાષણમાં તેમણે કહ્યું કે આજે ફરી એકવાર મને કર્ણાટકના વિકાસ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની તક મળી છે. આજે શિવમોગાનું પોતાનું એરપોર્ટ છે, તે ખૂબ જ ભવ્ય અને સુંદર છે. આ માત્ર એરપોર્ટ નથી, પરંતુ આ ક્ષેત્રના જવાનોના સપનાની નવી ઉડાન માટેનું અભિયાન છે.
આ સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા તેના પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે પીએમ મોદીએ કહ્યું કે એર ઈન્ડિયા કોંગ્રેસના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર અને ખોટમાં ચાલતા બિઝનેસ માટે જાણીતી હતી. આજે એર ઈન્ડિયા નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે.પીએમ મોદીએ કહ્યું કે ભારતનું આ અમૃતકલ વિકસિત ભારત બનાવવાનો સમય છે. આઝાદી પછી પહેલીવાર આ તક મળી છે. ભારતનો પડઘો આખી દુનિયામાં સંભળાઈ રહ્યો છે. આપણે સાથે મળીને આગળ વધવાનું છે,
આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે નાના શહેરોને પણ એર કનેક્ટિવિટીથી જોડવા જોઈએ, કોંગ્રેસે ક્યારેય આવો વિચાર નહોતો કર્યો. આજે દેશના ઘણા નાના શહેરોમાં આધુનિક એરપોર્ટ છે. ભાજપ સરકાર કેટલી ઝડપે કામ કરી રહી છે તેની તમે કલ્પના કરી શકો છો. પીએમ મોદીએ કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતના નાગરિકો ‘મેડ ઈન ઈન્ડિયા’ વિમાનમાં ઉડાન ભરશે.