- પીએમ મોદીએ વિશ્વની સૌથી મોટી અટલ ટનલનું લોકાર્પણ કર્યું
- આ ટનલની લંબાઈ 9.2 કીમી છે
- વર્ષ સમગ્ર વર્ષ દરમિયાન મનાલી અને લાહૌલ સ્ફીતિ ઘાટી ડોજાયેલા રહેશે
- આ પહેલા બરફ વર્ષાના કારણે 6 મહિના આ રસ્તો બંધ રહેતો હતો
- લાહૌલ ખીણ વિસ્તારનો આ માર્ગ હવે સતત ચાલુ રહેશે.
લાહૌલ ખીણ વિસ્તારના લોકો માટે આજે ખુશીનો દિવસ છે, આ સાથે જ ઈતિહાસની દ્રષ્ટિએ પણ આજનો આ દિવસ મહત્વ પૂર્ણ છે, કારણે કે વિશ્વની સૌથી મોટી અટલ ટનલ આપણા દેશમાં બની ચૂકી છે, દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં આજ રોજ આ વિશ્વની સૌથી મોટી આ ટનલનું લોકાર્પણ કર્યું છે,આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ ટનલની લંબાઈ 9.2 કીમી છે.
#WATCH Prime Minister Narendra Modi inaugurates 9.02 km long Atal Tunnel that connects Manali to Lahaul-Spiti valley #HimachalPradesh pic.twitter.com/zAjGQj1sHH
— ANI (@ANI) October 3, 2020
આ સાથે જ બપોરના 12 વાગ્યાથી લઈને 12-45ના સમયગાળા દરમિયાન પીએમ મોદી સિસ્સુમાં જનસભા કરશે, ત્યાર બાદ 1 વાગ્યા આસપાસ આ ટનલથી તેઓ સોલંગનાલા પહોચંશે, અને અહીં તેઓ બીજેપીના કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધશે.
રોહતાંગ સ્થિત 9.02 કિમી લાંબી ટનલ મનાલીને લાહૌલ સાથે જોડે છે. આ ટનલને લીધે, મનાલી અને લાહૌલ સ્ફીતિ ઘાટી સમગ્ર વર્ષ દરમિયાન એકબીજા સાથે જોડાયેલા અને સંપર્કમાં શકશે. જ્યારે આ ટનલ નોહતી બની તે પહેલા બરફવર્ષાને કારણે, લાહૌલ સ્ફીતિ ખીણ વર્ષના 6 મહિના માટે દેશના બાકીના વિસ્તારોથી સંપર્ક વિહોણી બનતી હતી. હવે આ ટનલના કારણે અવર જવરમાં બરફવર્ષા બાધારુપ નહી બને, આ સાથે જ સેન્યને પણ મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પીર પંજલની ટેકરીઓમાં ‘અટલ ટનલ’ બનાવવામાં આવી છે. જે સમુદ્ધતટથી 10 હજાર ફુટની ઉંચાઇ પર સ્થિત છે. ‘અટલ ટનલ’ ની રચનાને કારણે, મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઘટાડવામાં આવ્યું છે અને બંને સ્થળોની યાત્રામાં લાગતા સમયમાં આ ટનલના માધ્યમથી 4 થી 5 કલાક ઘટી જશે
સાહીન-