Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાથી પરત લવાયેલી 29 પ્રાચીન વસ્તુઓનું PM મોદીએ કર્યુ નિરીક્ષણ

Social Share

નવી દિલ્હીઃ ભારતમાંથી ચોરાયેલી ઐતિહાસિક મૂર્તિઓને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ ભારતમાં પરત આવી હતી અને આ ઐતિહાસિ મૂર્તિની ફરીથી ગંગાના કિનારે સ્થાપના કરવામાં આવી હતી. દરમિયાન ઓસ્ટ્રેલિયાથી વધુ 29 જેટલી પ્રાચીન મુર્તિઓ સહિતની ઐતિહાસિક વસ્તુઓ પરત લાવવામાં આવી છે. આ પ્રાચીન વસ્તુનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાથી પરત લાવવામાં આવેલી 29 પ્રાચીન વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાચીન વસ્તુઓ 6 વ્યાપક શ્રેણીઓમાં છે – શિવ અને તેમના શિષ્યો, શક્તિની પૂજા, ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપો, જૈન પરંપરાઓ, ચિત્રો અને સુશોભન વસ્તુઓનો સમાવેશ થાય છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે મુખ્યત્વે વિવિધ પ્રકારની સામગ્રી – સેન્ડસ્ટોન, આરસ, કાંસ્ય, પિત્તળ, કાગળમાં ચલાવવામાં આવેલા શિલ્પો અને ચિત્રો છે. પ્રાચીન વસ્તુઓ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની છે. જે ભારતના વિશાળ ભૌગોલિક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રાચીન વસ્તુઓ જે ઈ.સ 9-10 સદીના સમયની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની વિવિધ મૂર્તિઓ અને વસ્તુઓ ચોરી તથા અન્ય રીતે વિદેશ પહોંચી હતી. જેથી આ વસ્તુઓને પરત ભારત લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અગાઉ પણ અનેક પ્રાચીન વસ્તુઓ પરત આવી છે.