પીએમ મોદીને વિશ્વ સ્તરે શક્તિશાળી નેતા માને છે US રાષ્ટ્રપતિ , ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પીએમ મોદીને સંબોઘે છે ‘બોસ’ તરીકે -રાજનાથ સિહં
દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિતયા સત વધતી જઈ રહી છએ વિદેશ સાથેના સંબંધો મજબૂત બનવાની સાથે સાથે પીએમ મોદી હવે વિશ્વના શક્તિશાળી નેતા પણ ગણાય છે ,દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને વિદેશના પ્રધઆનો જે રીતે પીએમ મોદીને માન સન્માન આપે છે તે વિશે વાત કહી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે રક્ષામંત્રી લખનૌની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જ્યારે આપણા વડાપ્રધાન અન્ય દેશોની મુલાકાતે જાય છે ત્યારે તમે ટીવી પર જુઓ કે ત્યાં તેમનું કેટલું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે.
રાજનાથે કહ્યું કે પીએમ મોદીને મુસ્લિમ દેશોમાં પણ સમાન સન્માન મળે છે. વડા પ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ત્યાંના પીએમ પણ મોદીજીના ચરણ સ્પર્શ કરવા આગળ આવ્યા, જે દરેક ભારતીય માટે સન્માનની વાત છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિતેલા દિવસે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધ્યું છે. પહેલા ભારતની વાતને ગંભીરતાથી લેવામાં આવતી ન હતી, પરંતુ આજે જ્યારે પણ ભારત કંઈક બોલે છે તો આખી દુનિયા તેને સાંભળે છે.
વધુમાં તેમણે કહ્યું કે આજે દેશની પ્રતિષ્ઠા કેટલી વધી છે, તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પીએમ મોદીને બોસ તરીકે સંબોધતા હોય છે અને અમેરિકન રાષ્ટ્રપતિ પણ માને છે કે પીએમ મોદી વૈશ્વિક સ્તરે શક્તિશાળી નેતા છે અને તેમની પાસે ઘણી તાકાત છે. તેનો ઓટોગ્રાફ લેવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.આ વાત એ સાબિત કરે છે કે ભારતનું હવે વૈશ્વિક સ્તરે સ્થાન મજબૂત બન્યું છે.