‘PM મોદી એક સાચા દેશભક્ત છે,પોતાના લોકોની રક્ષા કરવું સારી રીતે જાણે છે’ – રુસના રાષ્ટ્રપતિએ PM મોદીની પ્રસંશા કરી
- રશિયાના રાષ્ટ્રપતિએ મોદીની પ્રસંશા કરી
- પીએમ મોદી એક સાચા દેશ ભક્ત છે- પુતિન
- કહ્યું ભારત આગળ જતા પોતાના વિકાસમાં અભૂતપૂર્વ પ્રગતિ કરશે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશ વિદેશ ચારેતરફ વખાણ થી રહ્યા છે, પીએમ મોદી લોકલાડીલા નેતા તો છે જ સાથે વિદેશના નેતાઓ પણ તેમની અને તેમના કાર્યોની પ્રસંશા કરવાનું ક્યારેય ચૂકતા નથી ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફરી પીએમ મોદીના વખાણ કર્યા છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં વાલ્ડાઈ ડિસ્કશન ક્લબની 19મી વાર્ષિક બેઠકમાં બોલતા કહ્યું ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા વધતી જઈ રહી છે. પીએમ મોદીએક સાચા દેશભક્ત છે. ભારત આવનારા સમયમાં વિકાસમાં અભૂતપૂર્વ પ્રગતિ કરશે.
આથી વધુમાં વ્લાદિમીર પુતિને ગુરુવારે મોસ્કોમાં વાર્ષિક બેઠકમાં કહ્યું હતું કે પીએમ મોદી એવા નેતાઓમાંથી એક છે જે સ્વતંત્ર વિદેશ નીતિ લાગુ કરવામાં સક્ષમ છે. તેઓ મહાન દેશભક્ત છે. મોદી પોતાના લોકોના હિતોનું રક્ષણ કરવાનું સારી રીતે જાણે છે. રશિયા સાથે ભારતનો હંમેશા ખાસ સંબંધ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પુતિને ભારતની પ્રસંશા કરતા પીએમ મોદીના કાર્યોની પણ સરહાના કરી હતી.
તેમણે એમ પણ કહ્યું કે , “પીએમ મોદીના નેતૃત્વમાં છેલ્લા વર્ષોમાં ઘણું બધું કરવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે જ તે દેશભક્ત છે.” પુતિને કહ્યું, “મેક ઇન ઇન્ડિયા માટેનો તેમનો વિચાર આર્થિક અને નૈતિક રીતે મહત્વપૂર્ણ છે. ભવિષ્ય ભારતનું છે. તે સૌથી મોટી લોકશાહી હોવાનો ગર્વ લે છે.અમારી વચ્ચે ગાઢ સંબંધો છે.” તેમણે સંરક્ષણ ભાગીદારી અને વધતા વેપાર સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો