- ગૃહમંત્રી શાહે સર્વદળની બેઠક યોજી
- બેઠકમાં કહ્યું અહીની સ્થિતિ પર પીએમ મોદીની સતત નજર છે
ઈમ્ફાલઃ- મણીપુરની સ્થિતિને લઈને ગૃહમંત્રી અમિતશાહે ગઈકાલે એક સવ્રદળની બેઠક બોલાવી હતી આ બેઠકમાં રાજ્યની સ્થિથિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.મંત્રીએ તમામ રાજકીય પક્ષોને પરિસ્થિતિને સામાન્ય બનાવવા અને મણિપુરના વિવિધ સમુદાયો વચ્ચે વહેલી તકે શાંતિ અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા વિનંતી કરી.
આ બેઠકમાં અમિત શાહે બેઠકમાં કહ્યું કે મોદી સરકાર તમામને સાથે લઈને મણિપુર સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમિત શાહે કહ્યું કે વડા પ્રધાન મોદી પહેલા દિવસથી મણિપુરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને સમસ્યાનો ઉકેલ શોધવા માટે “સંપૂર્ણ સંવેદનશીલતા સાથે અમને માર્ગદર્શન આપી રહ્યા છે”. તેમણે કહ્યું કે મોદી સરકારની પ્રાથમિકતા એ છે કે રાજ્યમાં હિંસાથી વધુ જીવ ન જાય.
અમિત શાહે શનિવારે સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા દિવસથી મણિપુરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને સમસ્યાનો ઉકેલ શોધવા માટે “અત્યંત સંવેદનશીલતા સાથે અમને માર્ગદર્શન આપી રહ્યા છે”.આ સાથે જ અમિત શાહે એમ પણ કહ્યું કે મ્યાનમાર-મણિપુર સરહદની 10 કિલોમીટરની ફેન્સીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે મણિપુર મુદ્દાના ઉકેલ માટે “ફળદાયી સૂચનો” આપવા બદલ સરકાર વતી વડાપ્રધાન મોદી અને તમામ રાજકીય પક્ષોનો આભાર માન્યો છે.
આ બેઠકમાં અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સહીત શાહે બેઠકમાં કહ્યું કે મણિપુરમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને 13 જૂનથી રાજ્યમાં હિંસામાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી.અને હિંસાના કિસ્સાઓ સતત નહીવત જોવા મળી રહ્યા છે.આ સાથે જ કહ્યું કે શાહે કહ્યું કે મણિપુરમાં 40 IPS અધિકારીઓ સહિત 36,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 20 મેડિકલ ટીમો પણ મોકલવામાં આવી છેજરુરી ચીજ વસ્તુઓ તમામને મળી રહે તેવા પ્રયાસો પણ થયા છે.
ગૃહમંત્રીએ બેઠકમાં એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં હિંસા શરૂ થઈ ત્યારથી ‘એવો એક પણ દિવસ નથી’ જ્યારે તેમણે વડા પ્રધાન મોદી સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી ન હોય અથવા વડા પ્રધાને સૂચનાઓ ન આપી હોય.
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસામાં લગભગ 120 લોકોના મોત થયા છે અને ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ નવી દિલ્હીમાં મળ્યા હતા. આ પહેલા પણ ગૃહમંત્રી શઆહે મણીપુરની મુલાકાત કરી હતી.