- વિશ્વના 8મા નંબરના પ્રશંસનીય વ્યક્તિ બન્યા પીએમ મોદી
- ટ્રમ્પ તથા પુતિન જેવા નેતાઓને પમ આ બાબતે પાછળ પછાળ્યા
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી વિશ્વ સ્તરે અનેક નામના મેળવી ચૂક્યા છે તેઓ માત્ર દેશના જ નહી વિદેશની પણ પસંદ બન્યા છે, અનેક દેશોમાં પીએમ મોદીના વખાણ થઈ રહ્યા છે ત્યારે પીએમ મોદી એ પ્રસન્નતાની બાબતે વધુ એક સિદ્ધી પ્રાપ્ત કરી છે,તાજેતરના એક સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વમાં 8માં સૌથી વધુ પ્રશંસનીય વ્યક્તિત્વ ગણાવામાં આવ્યા છે.
આ મામલે ડેટા એનાલિટિક્સ કંપની YouGoV એ આ સર્વેમાંથી વિશ્વની 20 સૌથી વધુ પ્રશંસનીય વ્યક્તિઓની યાદી જારી કરી છે. પીએમ મોદી આ યાદીમાં સૌથી વધુ પ્રશંસનીય ભારતીય છે અને શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન જેવા બોલિવૂડ સ્ટાર્સ સિવાય ક્રિકેટર વિરાટ કોહલીથી પણ તેઓ આગળ છે. 38 દેશોના 42 હજાર લોકોના ફીડબેક લીધા બાદ આ યાદી બનાવવામાં આવી છે.
પીએમ મોદી ઉપરાંત આ યાદીમાં સ્થાન મેળવનારા અન્ય ભારતીયોમાં સચિન તેંડુલકરનો પણ સમાવેશ થાય છે. પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય અને સુધા મૂર્તિ 2021ની સૌથી વધુ પ્રશંસનીય મહિલાઓમાં સામેલ થયા છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા વિશ્વના 20 સૌથી વધુ પ્રશંસનીય પુરુષોની યાદીમાં પ્રથમ સ્થાને છે, ત્યારબાદ માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ બીજા નંબરે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રીજા, ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ચોથા, અભિનેતા જેકી ચેન પાંચમા અને ઈલોન માસ્ક છઠ્ઠા સ્થાને છે. લિયોનેલ મેસ્સી સાતમા સ્થાને છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી આઠમા સ્થાને જોવા મળ્યા છે.
ત્યાર બાદ મોદી પછી વ્લાદિમીર પુતિન, જેક માઈ, વોરેન બફેટ, સચિન તેંડુલકર, ડોનાલ્ડ ટ્રમ્પ, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, પોપ ફ્રાન્સિસ, ઈમરાન ખાન, વિરાટ કોહલી, એન્ડી લાઉ અને જો બિડેનનો નંબર આવે છે.