Site icon Revoi.in

PM મોદી ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા સક્રિય નેતા – બરાક ઓબામા બાદ બીજુ સ્થાન PM મોદીનું

Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતમાંજ નહી પરંતુ દેશ વિદેશમાં પણ લોકપ્રિય છે,પીએમ મોદીના ફોલોફર્સ સોશિયલ મીડિયા પર દિવસેને દિવસે વધતા જ જઈ રહ્યા છે ખાસ કરીને ટ્વિટર પર લોકપ્રિય નેતા અને સતત સક્રિય રાજનેતા તરીકે પીએમ મોદીએ સ્થઆન જમાવ્યું છે વિશ્વભરમાં આ બબાતે તેઓ મોખરે જોવા મળે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે દરેક ક્ષેત્રના મોટા સ્ટાર્સને ટ્વિટર પર તેમના ચાહકો દ્વારા અનુસરવામાં આવે છે, જેમાં લોકપ્રિય ખેલાડીઓ, ગાયકો, કલાકારો અને રાજકારણીઓનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ પર મોટાભાગના લોકો પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પસંદ કરતા આવ્યા છે અને આજે પણ તેઓ પહેલી પસંદ છે.

જો કે ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યાના સંદર્ભમાં ટોપ 10ની યાદી રિલીઝ કરાઈ છે. આ યાદીમાં જે 10 નામ છે તેમાં એલન મસ્ક છે, ગાયકો અને કલાકારો છે, રમતવીર પણ છે, પરંતુ માત્ર આ લીસ્ટમાં રાજકરણી નેતાની સંખ્યા 2 જ જોવા મળી છે.

જાન્યુઆરી 2023માં સૌથી વધુ ટ્વિટર ફોલોઅર્સ ધરાવતા ટોપ 10 ટ્વિટરએકાઉન્ટની  યાદીમાં બરાક ઓબામા પછી બીજા રાજનેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. અન્ય કોઈ દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે અન્ય કોઈ મોટા નેતાને ભારતીય પીએમ જેટલા લોકો અનુસરતા નથી.

 statista.com  પ્રમાણે બરાક ઓબામાને અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પરથી હટ્યાને લગભગ છ વર્ષ  થયા હોવા છંત્તા પરંતુ આજે પણ તેમના ચાહકોની સંખ્યા સૌથી વધુ છે. ટોપ 10ની યાદીમાં ટોપ પર  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિના ટ્વિટર પર 133.5 મિલિયન ફોલોઓર્સ છે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્ક પોતે આ યાદીમાં બીજા નંબરે છે, જેમને 127.1 મિલિયન લોકો ફોલો કરે છે.કેનેડિયન પોપ સિંગર જસ્ટિન બીબર સૌથી વધુ ફોલોઅર્સ સાથે ટ્વિટર એકાઉન્ટની યાદીમાં ત્રીજા સ્થાને છે અને તેમને ફોલો કરનારા લોકોની સંખ્યા 113.8 મિલિયન છે. અમેરિકન સિંગર-ગીતકાર કેટી પેરી ચોથા સ્થાને છે અને તેને ફોલો કરનારા લોકોની સંખ્યા 108.9 મિલિયન છે.

પાંચમા નંબરે બાર્બાડીયન મૂળની અમેરિકન ગાયિકા રીહાન્ના છે, જેને 108 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે અને યાદીમાં છઠ્ઠા સ્થાને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જે વિશ્વના સૌથી લોકપ્રિય ફૂટબોલરોમાંના એક છે, જેમના 107.5 મિલિયન ફોલોઅર્સ છે.અમેરિકાની ગાયિકા-ગીતકાર ટેલર સ્વિફ્ટ સાતમા સ્થાને છે અને તેને 92.4 મિલિયન લોકો ફોલો કરે છે, અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં આઠમા સ્થાને છે, જેમને 86 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.  નવમું સ્થાન અમેરિકન સિંગર-ગીતકાર લેડી ગાગાનું છે, જેમના 85.1 મિલિયન ફોલોઅર્સ છે અને વિડિયો પ્લેટફોર્મ યુટ્યુબ 10માં સ્થાને છે, જેને વિશ્વભરમાં 78.6 મિલિયન લોકો અનુસરે છે.