- પીએમ મોદીએ વિપક્ષને આડેહાથ લીધુ
- દિલ્હીમાં ઉદ્ધાટન સમારાહોમાં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા
દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ધાટનનું સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું 2018માં ઓફિસનું ઉદ્ઘાટન કરવા આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે આ ઓફિસનો આત્મા આપણો કાર્યકર છે. આ કાર્યાલયનું વિસ્તરણ એ માત્ર એક બિલ્ડીંગનું વિસ્તરણ નથી, પરંતુ તે દરેક ભાજપના કાર્યકર્તાના સપનાનું વિસ્તરણ છે.
વડાપ્રધાને કહ્યું કે આજથી થોડા દિવસો પછી અમારી પાર્ટી તેનો 44મો સ્થાપના દિવસ ઉજવશે. અમે તે પક્ષ છીએ જેણે દેશના હિતમાં આપણા પોતાના પક્ષનું બલિદાન આપીને કટોકટી દરમિયાન લોકશાહીની રક્ષા માટે સાહસિક પગલાં લીધા હતા.શીખ રમખાણોનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે 1984માં જે થયું તે દેશ ક્યારેય ભૂલી શકે નહીં, ત્યાર બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી. પરંતુ અમે નિરાશ ન થયા, અમે ફરીથી જમીન પર કામ કર્યું અને અમારા સંગઠનને મજબૂત બનાવ્યું.
પીએમ મોદીએ ભ્રષ્ટાચાર મામલે વિપક્ષને બરાબર સંભળાવી હતી અને કહ્યું કે પીઆખો દેશ આ જોઈ રહ્યો છે અને સમજી રહ્યો છે. તેમણે કહ્યું કે, “ભ્રષ્ટાચારે આપણા દેશને ઘણું નુકસાન કર્યું છે અને તેને ઉધઈની જેમ પોકળ બનાવી દીધું છે.
પીએમ મોદીએ વિપક્ષને આડેહાથ લેતા કહ્યું કે તેમણે કહ્યું, “આ શક્તિઓ કોઈક રીતે ભારતમાંથી વિકાસનો સમયગાળો છીનવી લેવા માંગે છે. તેમણે કહ્યું કે આજે જો ભારતની ક્ષમતા ફરીથી ઊંચાઈ તરફ આગળ વધી રહી છે, તો તેની પાછળ તેનો મજબૂત પાયો છે, જે તેની બંધારણીય સંસ્થાઓ છે.
તેમણે કહ્યું, ‘એટલે જ આજે ભારતને રોકવા માટે આપણા આ પાયાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. બંધારણીય સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે. તેને બદનામ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમની વિશ્વસનીયતા ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.વડા પ્રધાને કહ્યું કે જ્યારે એજન્સીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો સામે પગલાં લે છે ત્યારે એજન્સીઓ પર હુમલો કરવામાં આવે છે અને જ્યારે કોર્ટ ચુકાદો આપે છે ત્યારે તેના પર સવાલો ઉઠાવવામાં આવે છે
તેમણે કહ્યું, “ન્યાય પ્રણાલી પર હુમલા થઈ રહ્યા છે. તમે બધા જોઈ રહ્યા છો કે કેટલાક પક્ષોએ સાથે મળીને ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે અભિયાન ચલાવ્યું છે. આજે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા તમામ ચહેરા એક મંચ પર આવી રહ્યા છે.