Site icon Revoi.in

પીએમ મોદી એ મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ- મહિલાઓને પાણીની સમસ્યામાંથી મળશે છૂટકારો

Social Share

દેશના પ્રધાનમંત્રી મોદી દેશની જનતાને લઈને હંમેશ અનવના પ્રોજેક્ટ વિકસિત કરતા હોય છે,તેમાં પછી પાણીની સમસ્યા હોય કે વિજળીને પીએમ મોદીના અનેક પ્રોજેક્ટચ હેઠળ આ તમામ પ્રકારની સમસ્યાઓને આવરી લેવામાં આવે છે,ત્યારે પીએમ મોદીએ મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે

આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે,કોરોના સંક્ટની સામે આપણે તાકાત સાથે લડત આપવાની છે અને આગળ વધવાનું છે,કેન્દ્રની સરકારે મણિપુર વોટપ સપ્લાઈ પ્રોજેક્ટને જળ જીવન મિશન હેઠળ ફંડ આપ્યું છે.રુપિયા 3,054.58 કરોડ રૂપિયા ખર્ચ બનનારા આ પ્રોજેક્ટથી ઘરે ઘરે નળની સમસ્યા છે તેનું નિવારણ લાવી શકાશે,આ કાર્યક્રમમાં મણિપુરના રાજ્યપાલ નજમા હેપતુલ્લા, મુખ્યમંત્રી એન બિરેન સિંહ, તેમેના કેબિનેટ મંત્રી, સાંસદ અને ધારાસભ્યો હાજરી આપી હતી..

આ પ્રોજેક્ટની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે, પૂર્વ અને ઉતર ભારત અને પૂર્વ ભારત હાલ બે પ્રકારના પડકારો જીલી રહ્યું છે, વરસાદના કારણે નપુકશાન થઈ રહ્યું છે,જેમાં ઘણા લોકોના જીવ ગયા છે,તો કેટલાક લોકોએ પોતાના રેહણાંકનો ત્યાગ કરવો પડ્યો છે,આ તમામ લોકોના પરિવારો સાથે મારી સંવેદના જોડાયેલી છે. આખો દેશ તેઓ સાથે છે,આ માટે ભારત સરકાર અને દરેકની રાજ્ય સરકારોની સાથે મળીને જરૂરિયાતોને મદદ કરવાના પ્રયત્નોમાં જોતરાઈ છે.

આ સાથે જ પીએમ મોદીએ તેમના ભાષણમાં કોરોના સંકટનો પણ ઉલ્લેખ પણ કર્યો હતો,કોરોના બાબતને લઈને આ રાજ્યના વખાણ પણ કર્યા હતા,તેમણે આ સંકટના સમયે ગરીબોની મદદ કરવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, ઈમ્ફાલ સહિત મણિપુરના લાખો સાથીઓ માટે ખાસ કરીને બહેનો માટે ખૂબ જ મોટો દિવસ છે. રક્ષાબંધનનો તહેવાર આવનાર છે, તે પહેલા મણિપુરની બહેનો માટે આ પ્રોજેક્ટ ખૂબ મોટી ભેટ સમાન છે. 3000 કરોડના ખર્ચે પુરો થનારા આ વોટર સપ્લાઈ પ્રોજેક્ટથી અહીંના લોકોની પાણીની સમસ્યા હવે ખુબ ઓછી થઈ જશે

http://https://twitter.com/PMOIndia?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1286172590122258433%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2F5f191200bab52a348b519aab

મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ વર્ષ 2024 સુધી તમામ ગ્રામીણ પરિવારને સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં પીવા માટેનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રના જળ જીવન મિશનનો ખાસ ભાગ છે. કેન્દ્ર એ મણિપુરને 1,42,749 ઘરો સાથે 1,185 વસતીઓને કવર કરવા માટે ઘરેલુ નળ કનેક્શન માટે આર્થિક મદદ કરી છે.

રાજ્ય સરકાર દ્રારા અનેક  સ્ત્રોતોના માધ્યમથી  દરેક  ઘરોને નળ મળી રહેવાની યોજના બનાવી છે.જેમાં અનેક ભંડોળથી આ પરિયોજનાને ગ્રેટર ઈમ્ફાલ યોજના ક્ષેત્રના 16 જિલ્લામાં 2,80,756 ઘરોને કવર કરતા 25 ગામડાઓ અને 1,731 ગ્રામીણ વિસ્તારમાં ઘરેલુ નળ કનેક્શન પ્રદાન કરવાનું લક્ષ્ય છે.

સાહીન-