દિલ્હીઃ- છેલ્લા ઘણા સનયથી બ્રિક્સ સમ્મેલનને લઈને પીએમ મોદીની ઘણી ચર્ચાઓ થી રહી હતી ત્યારે આજરોજ મંગળવારની વહેલી સવારે તેઓ બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદી 15મી બ્રિક્સ સમિટનો ભાગ બનશે, 22 થી 24 ઓગસ્ટ દરમિયાન જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ યોજાનાર છે સાથે જ વર્ષ 2019 પછી પ્રથમ વખત બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ એક મંચ પર સાથે આવી રહ્યા છે.
જો પીેમ મોદીના શએડ્પીયુએલ વિશે વાત કરીએ તો પીએમ મોદી 24 ઓગસ્ટ સુધી જોહાનિસબર્ગમાં રહેશે. આ દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળી શકે છે. આ સમિટ આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગ દ્વારા અનુસરવામાં આવી રહી છે, જેમાં દક્ષિણ આફ્રિકા તરફથી આમંત્રિત અન્ય દેશો ભાગ લેશે
. પીએમ મોદી જોહાનિસબર્ગમાં હાજર કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. બે દેશોનો પ્રવાસ શરૂ કરતા પહેલા પીએમ મોદીનું નિવેદન દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાતે જતા પહેલા પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું, ‘હું રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર 22-24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં જોહાનિસબર્ગમાં આયોજિત 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લઈશ.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ રોગચાળાના ઉદભવ અને તેના પછીના વૈશ્વિક પ્રતિબંધો પછી બ્રિક્સ સમિટ પહેલી વખત રુરબરુ રીતે યોજાઈ રહી છે આટલા વર્ષ દરમિયાન ઓનલાઈન યોજાઈ હતી.