Site icon Revoi.in

PM મોદી નવરાત્રિમાં ઉત્તરાખંડના પ્રવાસે જાય તેવી શકયતા, કેદારનાથમાં તૈયારીઓનો ધમધમાટ

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિના પહેલા અથવા બીજા દિવસે ઉત્તરાખંડના પ્રવાસે જાય તેવી શકયતા છે. જો કે, હજુ સુધી આ અંગે સત્તાવાર સમર્થન મળ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ અંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, પીએમ મોદી ઉત્તરાખંડના પ્રવાસે આવે તેવી શકયચા છે. જો કે, હજુ સુધી સરકાર પાસે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આવવાનો બાકી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખીને કેદારનાથમાં તૈયારીઓ તેજ બનાવી છે. છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાખંડની ચર્ચાઓ વહેતી થઈ હતી. પીએમ મોદી ઋષિકેશમાં ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરે તેવી શકયતા છે. પીએમ મોદી ઉત્તરાખંડના પ્રવાસ દરમિયાન કેદારનાથજીના દર્શન કર્યા બાદ રાજ્યના નેતાઓ સાથે મુલાકાત કરે તેવી શકયતા છે. પીએમ મોદી આ પહેલા વર્ષ 2019માં કેદારનાથ મંદિર ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં 162 ચિકિત્સા સંસ્થાનો અને હોસ્પિટલમાં પ્રાણવાયુને ગીફ્ટ આપશે. એઈમ્સ ઋષિકેશમાં પ્રસ્તાવિત કાર્યક્રમમાં પીએમ કેર ફંડથી બનાવેલા પીએસએ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. પીએમ કેર ફંડથી સમગ્ર દેશમાં 1500 ચિકિત્સા સંસ્થાન અને હોસ્પિટલમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન એઈમ્સ ઋષિકેશમાં એક હજાર એલપીએમ પ્રતિ મિનિટ ક્ષમતાવાળા પીએસએસ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ચિકિત્સા સંસ્થાનો અને હોસ્પિટલોમાં રૂ. 201.58 કરોડના ખર્ચે તૈયાર 162 પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું વર્ચુઅલ માધ્યમથી શુભારંભ કરવામાં આવશે.