- સિડનીમાં પીએમ મોદીએ કરી મોટી જાહેરાત
- બ્રિસબેનમાં ખુલશે ભારતનું નવું કોન્સ્યુલેટ
દિલ્હીઃ- પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે એજે તેઓ ભાપરત પરત ફરવાના છે, મંગળવારના રોજ તેમણે ઓસ્ટ્રેલિયાના અનેક મંત્રીઓ અને નેતાઓ સાથે વાતચીત કરી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી ત્યારે પીએમ મોદીએ મંગળવારે જાહેરાત કરી હતી કે ભારતીય ડાયસ્પોરાની લાંબા સમયથી પડતર માંગને પૂર્ણ કરવા માટે ભારત બ્રિસ્બેનમાં કોન્સ્યુલેટ ખોલવાની તૈયારી કરી રહ્યું છે.
પીએમ મોદીએ આ જાહેરાત તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસની હાજરીમાં અહીં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરતી વખતે કરી હતી. પીએમ મોદીએ કહ્યું, “ભારતીય ડાયસ્પોરા સમુદાયના કાર્યક્રમમાં જોડાવું ખૂબ જ આનંદની વાત છે.”
પોતાની વાતને આગળ વધારતા પીએમ મોદીએ કહ્યું, “આજે હું તમારી પાસે આવ્યો છું, તેથી હું પણ એક જાહેરાત કરવા જઈ રહ્યો છું. બ્રિસ્બેનમાં ભારતીય સમુદાયની લાંબા સમયથી ચાલી રહેલી માંગ પૂરી કરવામાં આવશે. થોડા જ સમયમાં બ્રિસ્બેનમાં ભારતનું કોન્સ્યુલેટ ખોલવામાં આવશે.આ જાહેરાત સાંભળતાની સાથે ભારતીયો પણ ઝુમી ઉઠ્યા હતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી દેશમાં રહેતા લોકો માટે ઘણું કરી રહ્યા છે જો કે વિદેશમાં વસતા ભારતીયો માટે પણ પીએમ મોદી સતત કાર્.યશીલ રહી તેમને મદદરુપ બને છે.પીએમ મોદી સતત ભારત બહાર વસતા લોકોના પશ્નો પણ હલ કરી રહ્યા છે.પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ગાઢ ભાગીદારી દરેક ભારતીયને સશક્ત બનાવશે, કારણ કે તેમની પાસે પ્રતિભા અને કૌશલ્યની સાથે સાથે તેમના પોતાના સાંસ્કૃતિક મૂલ્યો પણ છે” PM મોદીએ ‘લિટલ ઈન્ડિયા’ના સિડની ઉપનગર માટે શિલાન્યાસમાં તેમને સમર્થન આપવા બદલ તેમના ઑસ્ટ્રેલિયન સમકક્ષનો આભાર માન્યો.
આ સહીત હેરિસ પાર્કને ‘લિટલ ઈન્ડિયા’ તરીકે જાહેર કરવાની જાહેરાત ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન અલ્બેનિસ દ્વારા એક સમુદાય કાર્યક્રમમાં પીએમ મોદીનું સ્વાગત કરતી વખતે કરવામાં આવી હતી. હેરિસ પાર્ક પશ્ચિમ સિડનીમાં એક કેન્દ્ર છે જ્યાં ભારતીય સમુદાય દિવાળી અને ઓસ્ટ્રેલિયા દિવસ જેવા તહેવારો અને કાર્યક્રમોની ઉજવણી કરે છે.