મન કી બાત કાર્યક્રમમાં PM મોદીની લોકોને ખાસ અપીલ, કહ્યું- આત્મનિર્ભર ભારત બનાવવા કરો આ કામ
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કરી રહ્યા છે. પીએમના મન કી બાત કાર્યક્રમનો આ 106મો એપિસોડ છે અને આ વખતે પીએમે તહેવારોની ચર્ચાથી શરૂઆત કરી હતી.
પીએમે કહ્યું કે, આ વખતે તહેવારોની શરૂઆત પહેલા જ બજારો ધમધમવા લાગ્યા છે, પરંતુ તેમાં ખાસ વાત એ છે કે વોકલ ફોર લોકલની અસર જોવા મળી રહી છે.
વોંકલ ફોર લોકલની આદત પાડો
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે તહેવારો દરમિયાન ખરીદી કરતી વખતે વોકલ ફોર લોકલ અભિયાનને ધ્યાનમાં રાખો અને તમે જ્યાં પણ જાઓ ત્યાં સ્થાનિક લોકો પાસેથી જ ખરીદી કરવાની આદત બનાવો.
ખાદીનું વિક્રમી વેચાણ થયું
આ સાથે પીએમે ગાંધી જયંતિના અવસર પર ખાદીના વેચાણ અંગે વાત કરી. પીએમએ કહ્યું કે હવે લોકોમાં ખાદીને લઈને ક્રેઝ ઉભો થયો છે અને તેની અસર દિલ્હીમાં દેખાઈ રહી છે, જ્યાં ખાદીનું રેકોર્ડ વેચાણ થયું છે.પીએમએ કહ્યું કે કનોટ પ્લેસના એક ખાદી સ્ટોરમાં લોકોએ એક જ દિવસમાં 1.5 કરોડ રૂપિયાથી વધુનો સામાન ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એકવાર તેના તમામ જૂના વેચાણ રેકોર્ડ તોડી નાખ્યા છે.
પીએમે વધુમાં કહ્યું કે ખાદીના વેચાણથી માત્ર શહેર જ નહીં પરંતુ ગામડાઓને પણ ફાયદો થાય છે. વણકર, હસ્તકલા કારીગરોથી લઈને ખેડૂતોને તેના વેચાણનો લાભ મળે છે.
સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ઉલ્લેખ કર્યો
પીએમએ કહ્યું કે 31મી ઓક્ટોબર આપણા બધા માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે આપણે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવીએ છીએ. અમે ભારતીયો તેમને ઘણા કારણોસર યાદ કરીએ છીએ અને આદર આપીએ છીએ.
એક વિશાળ રાષ્ટ્રવ્યાપી સંગઠનનો પાયો નાખવામાં આવશે
પીએમએ વધુમાં કહ્યું કે સરદાર સાહેબની જન્મજયંતિના દિવસે એક ખૂબ જ મોટા દેશવ્યાપી સંગઠનનો પાયો નાખવામાં આવી રહ્યો છે અને આ સંગઠનનું નામ હશે – મેરા યુવા ભારત, એટલે કે MYBharat ઓર્ગેનાઈઝેશન. પીએમે કહ્યું કે આ સંગઠન ભારતના યુવાનોને વિવિધ રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક આપશે.