- પીએમ મોદીની ઈજિપ્ત મુલાકાત લખશે નવો અધ્યાય
- આર્થિક સમજોતા પર બની શકે છે સહમતિ
દિલ્હીઃ- પીએમ મોદી 21 જૂનના રોજ અમેરિકાની મુલાકાતે જનાર છએ ત્યાર બાદ તેઓ ઈજિપ્તની મુલાકાતે જશે આ મુલાકાત એક નવો અધ્યાય લખી શકે છે, બન્ને દેશઓ વચ્ચેના દ્રિપક્ષીયો સંબંધો નવી પહેલ કરી શકે તેવી શક્યતાઓ પુરેપુરી છે.
પીએમ મોદી 24 થી 25 જૂન સુધી ઇજિપ્તની સરકારી મુલાકાતે કૈરો જશે. પીએમ મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીના આમંત્રણ પર આ મુલાકાત કરી રહ્યા છે. અલ-સીસીએ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તે જ સમયે વડા પ્રધાનને ઇજિપ્તની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન તરીકે પીએમ મોદીની ઇજિપ્તની આ પ્રથમ સરકારી મુલાકાત હશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇજિપ્તમાં રાષ્ટ્રપતિ સીસી સાથે વાતચીત કરવા ઉપરાંત, પીએમ મોદી સરકારના વરિષ્ઠ અને મહાનુભાવો, કેટલીક અગ્રણી ઇજિપ્તની હસ્તીઓ અને ઇજિપ્તમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.
ઇજિપ્ત પશ્ચિમ એશિયામાં એક મોટી શક્તિ હોવા ઉપરાંત ઇસ્લામિક વિશ્વનો તટસ્થ અને મજબૂત અવાજ છે. આવી સ્થિતિમાં, ઇસ્લામિક દેશોમાં ઘૂસણખોરીની સાથે, પશ્ચિમ એશિયાની મોટી શક્તિ ઇજિપ્તને મદદ કરીને ગ્લોબલ સાઉથનો અવાજ બનવાની ભારતની વ્યૂહરચના પણ સફળ થાય તેવી શ્કયતાઓ સેવાઈ રહી છે.
આ પીએમ મોદીની પ્રથમ મુલાકાતમાં ઇજિપ્ત અને ભારત દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય લખશે. પીએમ મોદીની બે દિવસીય મુલાકાતમાં બંને દેશો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર મહોર મારવા સાથે વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે પણ સંમત થઈ શકે છે. જો આમ શક્ય બને છે તો ઇજિપ્ત ભારતીય ચલણમાં આવશ્યક વસ્તુઓની આયાત કરવા તૈયાર થશે.
આજની સ્થિતિ એવી છે કે બંને દેશોને એકબીજાની મદદની જરૂર છે. સૈન્ય શક્તિ બનવા ઇચ્છુક ઇજિપ્ત ભારત પાસેથી સૈન્ય હેલિકોપ્ટર, તેજસ ફાઇટર એરક્રાફ્ટ, આકાશ મિસાઇલ અને અન્ય ઘણા સૈન્ય સાધનો માંગે છે. ઇજિપ્ત ટેકનિકલ શિક્ષણના મામલે પણ ભારત પાસેથી મદદ માંગે છે. બીજી તરફ ચીનથી આયાત ઘટાડવાની યોજના પર કામ કરી રહેલ ભારત ઇજિપ્તમાંથી ખાતર ઉપરાંત ગેસનો પુરવઠો વધારવા માંગે છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફત્તાહ ઇલાસી ઇચ્છે છે કે બંને દેશો વચ્ચેનો વેપાર વાર્ષિક રીતે વધે.