Site icon Revoi.in

PM મોદીએ ફર્સ્ટ લેડી જીલ બાઈડેન સાથે કરી મુલાકાત

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. વોશિંગ્ટન પહોંચીને તેઓ અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાની મિત્રતા ટકાઉ અને સર્વસમાવેશક વૈશ્વિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

પીએમ મોદી અને પ્રથમ મહિલાએ વર્જિનિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF)ના એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદી ભારત અને અમેરિકાના વિદ્યાર્થીઓને મળ્યા હતા.

આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ તેમની સરકારના સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશનની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતનું ધ્યાન શિક્ષણ, કૌશલ્ય અને ઈનોવેશન પર છે. અમે આ દાયકાને ‘ટેકનોલોજીકલ દાયકા’ બનાવવાનું લક્ષ્ય રાખીશું.

પીએમ મોદીએ કહ્યું કે અમે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાની શરૂઆત કરી છે. અમારું લક્ષ્ય આ દાયકાને ટેક્નોલોજીનો દાયકા બનાવવાનું છે.

તેમણે કહ્યું કે વિકાસ દર જાળવી રાખવા માટે ભારત અને અમેરિકાએ પ્રતિભાને પ્રોત્સાહન આપવાની જરૂર છે. એક તરફ અમેરિકામાં વિશ્વ કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ છે જ્યારે બીજી તરફ ભારતમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે તેથી હું માનું છું કે ભારત અને અમેરિકાની ભાગીદારી વિકાસના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે.