જર્મન ગાયિકા કેસાન્ડ્રા સાથે PM મોદીની મુલાકાત, ‘અચ્છુતમ કેશવમ’ ગીત સાંભળી PM થયા મંત્રમુગ્ધ
બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના પલ્લાદમમાં જર્મન ગાયિકા કેસાન્ડ્રા માઈ સ્પિટમેન અને તેની મા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કેસાન્ડ્રાએ પીએમ મોદીની સામે ‘અચ્યુતમ કેશવમ દામોદરમ’ અને તમિલ ગીત ગાયું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં પીએમ કેસાન્ડ્રાનું ગીત સાંભળીને મંત્રમુગ્ધ થતા જોવા મળે છે. વડાપ્રધાને સપ્ટેમ્બર 2023માં ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાતી કસાન્ડ્રાનો ઉલ્લેખ કર્યો હતો. કસાન્ડ્રા ખાસ કરીને ભક્તિ ગીતો ગાય છે, જે લોકોને ખૂબ ગમે છે.
• કેસેન્ડ્રાનું ભજન સાંભળી પીએમ મોદીએ કહ્યું-વાહ
વીડિયોમાં પીએમ મોદી કેસાન્ડ્રા માઈ સ્પિટમેનનું ભજન સાંભળતા અને ટેબલ પર થપથપાતા જોવા મળે છે. કેસાન્ડ્રાના ભજનના પૂરુ થયા પછી પીએમ મોદી વીડિયોમાં તાળી પાડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પીએમએ કસાન્ડ્રાના સંગીતના વખાણ કર્યા હતા.
• પીએમ મોદીએ કસાન્ડ્રાના વખાણ કરતા કહી આ વાત
કેસાન્ડ્રા તેની આંખોથી દેખી શકતી નથી, તેણે ‘જગત જના પલમ’ અને ‘શિવ પંચાક્ષર સ્તોત્રમ’ ગીત ગાયુ હતુ, જેનો જિક્ર કરતા પીએમ મોદીએ તેના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘કેસાન્ડ્રાનો અવાજ ખૂબ સુરીલો છે. તેનો દરેક શબ્દ ભાવનાઓને દર્શાવે છે, જેથી ભગવાન પ્રતી તેનો લગાવ મહેસૂસ કરવો સરળ બને છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ અવાજ જર્મનીની દીકરીનો છે.