Site icon Revoi.in

PM  મોદી ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા – પરસ્પર સહયોગ અને દેશો વચ્ચે મજબૂત સંબંધો પર થઈ ચર્ચા  

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી આજરોજ ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા બન્ને નેતાઓ વચ્ચે વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા પણ થઈ હતી, જેમાં પરસ્પર સહયોગ અને દેશો વચ્ચે મજબૂત સંબંધો પર ચર્ચા થઈ હતી.  તેઓએ તેમના જટિલ દ્વિપક્ષીય સંબંધોને કેવી રીતે આગળ વધારવું તે અંગે ચર્ચા કરી. મેલોની રાષ્ટ્રપતિ ભવન રાજ્યની મુલાકાતે આવી ત્યારે તેમને ઔપચારિક અભિવાદન આપવામાં આવ્યું હતું. તે પછી, પીએમ મોદીએ મેલોનીનું સ્વાગત કર્યું અને હૈદરાબાદ હાઉસ ખાતે તેમની દ્વિપક્ષીય બેઠકો શરૂ કરી.

આ નેતાઓ વચ્ચે મળેલી બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતની પ્રથમ મુલાકાતે સ્વાગત કરે છે. ગત વર્ષની ચૂંટણીમાં ઇટાલીના નાગરિકોએ તેમને પ્રથમ મહિલા અને સૌથી નાની વયના પીએમ તરીકે ચૂંટ્યા હતા. દેશવાસીઓ વતી હું તેમને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવું છું. 

આ સાથે જ પીએમ મોદીએ વધુમાં એમ પણ કહ્યું કે આ વર્ષે ભારત અને ઇટાલી અમારા દ્વિપક્ષીય સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે અને આ અવસર પર અમે ભારત-ઇટાલી ભાગીદારીને વ્યૂહાત્મક ભાગીદારીના દરજ્જા સુધી વધારવાનો નિર્ણય કર્યો છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના જણાવ્યા પ્રમાણે, રાજકીય, વ્યાપારી અને આર્થિક, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉર્જા, આરોગ્ય, કોન્સ્યુલર અને સાંસ્કૃતિક ક્ષેત્રો સહિત એક વ્યાપક એજન્ડાની અપેક્ષાઓ  છે.બન્ને  નેતાઓ વિકાસને પ્રોત્સાહન આપવા, અસંખ્ય ક્ષેત્રોમાં સહયોગને વિસ્તૃત કરવા અને પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર સંકલનને વધુ ગાઢ બનાવવાના સહિયારા સંકલ્પ સાથે વૈવિધ્યસભર દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે પરિપ્રેક્ષ્યની આપ-લે ચાલુ રાખશે