Site icon Revoi.in

પીએમ મોદી એ થૌમસ કપ વિજેતાની ટીમ સાથે કરી મુલાકાત – સફળ થવા માટે આપ્યો ખાસ મંત્ર

Social Share

દિલ્હીઃ- દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટનો ખિતાબ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે આ કોઈ નાની ઉપલબ્ધિ નથી. બેંગકોકમાં આયોજિત આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ઐતિહાસિક જીત બાદ ખેલાડીઓને ટેલિફોન પર અભિનંદન આપ્યા બાદ પીએમ મોદીએ વ્યક્તિગત રીતે બેડમિન્ટન ટીમના સભ્યોને મળ્યા હતા અને તેમની સાથે સીધી વાતચીત કરી હતી. 

આ  મુલાકાત દરમિયાન મોદીએ કહ્યું, ‘હું દેશ વતી સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. આ કોઈ નાની સિદ્ધિ નથી.એક સમય એવો હતો જ્યારે અમે આ ટૂર્નામેન્ટમાં એટલા પાછળ હતા કે અહીં કોઈ જાણતું ન હતું.વડા પ્રધાને ચેમ્પિયન શટલર સાથેની તેમની મુલાકાત દરમિયાન થોમસ કપની યાદ પણ તાજી કરી હતી જ્યાં ભારતે ટાઇટલના દાવેદાર ઇન્ડોનેશિયાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને આ મુલાકાત વિશે જાણકારી આપી હતી. તેમણે ટ્વિટર પર એક વીડિયો શેર કરતા લખ્યું કે આપણા બેડમિન્ટન ચેમ્પિયનો સાથે વાતચીત કરી જેમણે થોમસ કપ અને ઉબર કપના પોતાના અનુભવ શેર કર્યા.

પીએમ મોદીએ કહ્યું કે આ આપણે કરી શકીએ છીએ,હા, અમે આ કરી શકીએ છીએ’નું વલણ આજે દેશમાં નવું બળ બનીને ભઊરી આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે આપણી ટીમ થોમસ કપ જીતવાના લિસ્ટમાં ઘણી પાછળ જોવા મળતી હતી. ભારતીયોએ ક્યારેય આ ટાઇટલનું નામ પણ સાંભળ્યું નહીં હોય પણ આજે તમે તેને દેશમાં લોકપ્રિય કરી દીધું છે. ભારતીય ટીમે કરી બતાવ્યું છે કે જો મહેનત કરવામાં આવે તો બધું જ મેળવી શકાય છે.

વધુમાં કહ્યું કે હું  તમને વિશ્વાસ અપાવ છું કે સરકાર ખેલાડીઓને શક્ય તમામ મદદ કરશે.વરિષ્ઠ ખેલાડી કિદામ્બી શ્રીકાંતે જે રીતે ભારતીય પડકારનું નેતૃત્વ કર્યું તે બદલ વડાપ્રધાને 29 વર્ષીય ખેલાડીની પ્રશંસા કરી.