પીએમ મોદીએ ગ્લાસગોમાં બ્રિટિશ પીએમ સાથે મુલાકાત કરી,અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા
- પીએમ મોદીએ બ્રિટિશ પીએમ સાથે કરી મુલાકાત
- ગ્લાસગોમાં બોરિસ જોનસન સાથે કરી મુલાકાત
- અફઘાનિસ્તાન-આતંકવાદ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા
દિલ્હી : COP 26 પર્યાવરણ શિખર સંમેલનમાં ભાગ લેવા પીએમ મોદી ગ્લાસગો પહોંચ્યા હતા.તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક દેશના વડાપ્રધાનને મળ્યા.જેમાં પીએમએ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સાથે પણ મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન બંને વડાપ્રધાનોએ 2030 સુધીની પ્રાથમિકતાઓના રોડમેપની સમીક્ષા કરી, ખાસ કરીને વેપાર અને અર્થવ્યવસ્થા, સ્વાસ્થ્ય, સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રોની સમીક્ષા કરી.આ સાથોસાથ તેઓએ FTA વાટાઘાટોની શરૂઆત તરફ લીધેલા પગલાં સહિત, ઉન્નત વેપાર ભાગીદારી પ્રદાન કરવામાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે,આ દરમિયાન બંને વડાપ્રધાનોએ અફઘાનિસ્તાન, આતંકવાદ, ઈન્ડો-પેસિફિક, કોવિડ પછી વૈશ્વિક આર્થિક રિકવરી સહિતના ક્ષેત્રીય અને વૈશ્વિક પડકારો પર પણ ચર્ચા કરી. આ સિવાય વડાપ્રધાન મોદીએ પીએમ જોનસનનું ભારતમાં જલ્દી સ્વાગત કરવાની ઈચ્છા પુનરોચ્ચાર કરી હતી.
બોરિસ જોનસન ઉપરાંત પીએમ મોદીએ કોન્ફરન્સની બાજુમાં ઇઝરાયેલના વડા પ્રધાન નફતાલી બેનેટ સાથે પણ મુલાકાત કરી હતી. આ સિવાય તેઓ યુએનજીએ પ્રમુખ અબ્દુલ્લા શાહિદને પણ મળ્યા હતા.