Site icon Revoi.in

પીએમ મોદીએ અમેરિકામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મુલાકાત કરી,રક્ષા સહિત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા  

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને મળ્યા હતા.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા આયોજિત પ્રથમ પ્રત્યક્ષ ક્વાડ બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટનમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન બંને નેતાઓએ આર્થિક અને લોકો વચ્ચેના સંપર્કોને વધુ વધારવા સંબંધિત વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

બંને નેતાઓએ ફોન પર વાતચીત કર્યાના એક સપ્તાહ બાદ મોદી અને મોરિસન વચ્ચે મુલાકાત થઈ હતી.

વડાપ્રધાન મોદીના કાર્યાલયે ટ્વિટ કરીને કહ્યું કે,અમે ઓસ્ટ્રેલિયા સાથે અમારી મિત્રતા વધારી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે વાતચીત કરી. બંને નેતાઓએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક અને લોકો વચ્ચેના સંપર્કોને વધુ વધારવા સંબંધિત વિષયો પર વ્યાપક ચર્ચાઓ કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ બેઠકને ઓસ્ટ્રેલિયા સાથેની અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના અન્ય પ્રકરણ તરીકે ગણાવી.