PM મોદીએ જર્મનીમાં અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી,અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા
- પીએમ મોદી અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિને મળ્યા
- અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે કરી મુલાકાત
- અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જર્મનીમાં અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત વિશે જાણકારી આપી છે.એવું કહેવામાં આવ્યું છે કે,પીએમ મોદીએ મ્યુનિકમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે.બંને દેશોના નેતાઓએ વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી.
ભારત ઉપરાંત આ દેશોને પણ આમંત્રણ
ભારત ઉપરાંત G-7 સમિટના યજમાન જર્મનીએ અર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકાને હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.ભારત-અર્જેન્ટિના સંબંધો 2019 થી વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચી ગયા છે.બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધો વર્ષોથી મજબૂત થયા છે અને તેમાં રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગનો સમાવેશ થાય છે.
જી-7 સમિટમાં પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે રવિવારે જર્મનીની બે દિવસીય મુલાકાતે છે. તે G-7 અને તેના સહયોગી દેશોના નેતાઓ સાથે ઊર્જા, ખાદ્ય સુરક્ષા, આતંકવાદ વિરોધી, પર્યાવરણ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
PM 28 જૂને UAEની મુલાકાત લેશે
G7 શિખર સંમેલનમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન 28 જૂન, 2022ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લેશે. PM મોદી UAEના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત શોક વ્યક્ત કરવા માટે મુલાકાત લેશે.શેખ ખલીફાનું ગત મહિનાની 13 તારીખે અવસાન થયું હતું.