Site icon Revoi.in

પદ્મશ્રીથી સમ્માનિત ફ્રાંસના જાણીતા કથકલી નૃત્યાંગના મિલેના સાલ્વિનીનું નિધન-પીએમ મોદી એ શોક વ્યક્ત કર્યો

Social Share

દિલ્હીઃ- પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત એવા પ્રખ્યાત કથકલી નૃત્યાંગના મિલિના સાલ્વિનીનું નિધન થયું છે. મિલેના સાલ્વિનીએ 26 જાન્યુઆરીના રોજ અતંમિ શેવ્સા લીઘા હતા. મિલેના સાલ્વિનીના નિધન પર સોશિયલ મીડિયા યુઝર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.ત્યારે  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાલ્વિનીને યાદ કરીને ટ્વિટ કર્યું અને શોક વ્યક્ત કર્યો છે.

મિલેના સાલ્વિનીએ બુધવારે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઇટાલીમાં જન્મેલા હતા અને તેઓ ફ્રાન્સનાના નાગરિક હતા. અભિનય ક્ષેત્રે તેમના યોગદાનના સન્માનના ચિહ્ન તરીકે ભારત સરકારે તેમને 2019 માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત કથકલી ડાન્સર મિલેના સાલ્વિનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ફ્રાન્સમાં ડાન્સના આ પ્રકારને લોકપ્રિય બનાવવા માટે મિલેનાના પ્રયાસોને યાદ કર્યા અને ટ્વિટ કર્યું છે

પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘મિલીના સાલ્વિનીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમ માટે યાદ કરવામાં આવશે. તેણે સમગ્ર ફ્રાન્સમાં કથકલીને વધુ લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.’