Site icon Revoi.in

જાણીતા સિંગર અને કમ્પોઝર બપ્પી લહેરીના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો-આવતી કાલે થશે અંતિમ સંસ્કાર

Social Share

 

મુંબઈઃ- કોરોનાકાળ બાદ બી ટાઉનમાંથી અનેક જાણીતી હસ્તીઓના મોતના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે સિંગર કમ્પોઝર બપ્પી લહેરીનું પણ આજે નિધન થયું છે, તેમના નિધનને લઈને દેશના પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો છે

80 અને 90ના દાયકામાં ભારતમાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનાર ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અવસાન થયું છે. તેમના નિધન પર અનેક બોલિવૂડની હસ્તીઓ પણ તેઓને શ્રદ્ધાંજલી આપરી રહી છે.

 

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે શ્રી બપ્પી લહેરી જીનું સંગીત સર્વાંગીણ હતું, જે વિવિધ લાગણીઓને સુંદર રીતે અભિવ્યક્ત કરતું હતું. દરેક પેઢીના લોકો તેમના ગીતો સાથે જોડાઈ શકે છે. તેમનો જીવંત સ્વભાવ દરેકને યાદર હશે. તેમના મૃત્યુથી હું દુખી છું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ

આ સાથે જ બોલિવૂડ જગતમાંથી રવિના ટંડન,અક્ષય કુમાર,વિશાન દદલાની,અનુપમ ખેર,એ આર રહેમાન, ક્રિકેટર યુવરાજ સિંહ જેવી હસ્તીઓએ બપ્પી લહેરીને શ્રદ્ધાજલી આપી છે.