અમદાવાદ:ભારતના ‘વિંડ મેન’ તરીકે જાણીતા સુઝલોન એનર્જીના સ્થાપક તુલસી તાંતીનું શનિવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે 64 વર્ષની વયે નિધન થયું હતું.રવિવારે માહિતી આપતાં કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે,તાંતી શનિવારે સાંજે પૂણેથી અમદાવાદની યાત્રા પર હતા અને તે દરમિયાન તેના ધબકારા બંધ થઈ ગયા.તેમના પરિવારમાં પુત્રી નિધિ અને પુત્ર પ્રણવ છે. 1958માં ગુજરાતના રાજકોટમાં જન્મેલા તાંતી સુઝલોન એનર્જીના પ્રમોટરોમાંના એક હતા, જેની સ્થાપના તેમણે 1995માં કરી હતી.
તાંતી,જેમનું 1995માં કાપડનો વ્યવસાય હતો,પરંતુ વિજળીની અછતના કારણે તેઓ ઉત્પાદનમાં ઘટાડાનો સામનો કરી રહ્યા હતા.ત્યારબાદ તેમણે ટેક્સટાઈલ કંપનીની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા 1995માં પવન ઉર્જા ઉત્પાદનનું સાહસ કર્યું અને સુઝલોન એનર્જીની સ્થાપના કરી.બાદમાં, 2001 માં, તેણે કાપડનો વ્યવસાય વેચી દીધો.2003 માં, સુઝલોનને દક્ષિણપશ્ચિમ મિનેસોટામાં 24 ટર્બાઇન સપ્લાય કરવા માટે ડેનમાર એન્ડ એસોસિએટ્સ તરફથી યુએસએમાં તેનો પ્રથમ ઓર્ડર મળ્યો હતો.હાલમાં સુઝલોન એનર્જીની માર્કેટ કેપ રૂ. 8,535.90 કરોડ છે.તેમના માર્ગદર્શન હેઠળ, સુઝલાન એનર્જીએ ભારત સિવાય યુરોપિયન બજારોમાં તેની હાજરી સ્થાપિત કરી.કંપની પાસે જર્મની, નેધરલેન્ડ અને ડેનમાર્કમાં R&D કેન્દ્રો પણ છે.
પીએમ મોદીએ પણ તુલસી તાંતીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પીએમ મોદીએ કહ્યું કે, તુલસી તાંતી અગ્રણી બિઝનેસ લીડર હતા જેમણે ભારતની આર્થિક પ્રગતિમાં યોગદાન આપ્યું હતું અને ટકાઉ વિકાસને આગળ ધપાવવા માટે આપણા દેશના પ્રયાસોને મજબૂત બનાવ્યા હતા.તેમના અકાળ અવસાનથી હું દુખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. શાંતિ